- અભિનેતા શક્તિ કપૂર ફરી દેખાયા ક્રાઈમ માસ્ટર ગોગોના રૂપમાં
- શક્તિ કપૂરે ઇન્સ્ટાગ્રામ પર પુત્રી શ્રદ્ધા સાથે વીડિયો કર્યો શેર
- શક્તિ કપૂર ફિલ્મમાં કે વેબ સીરીઝમાં વાપસી કરશે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી
અમદાવાદઃ બોલિવુડ અભિનેતા શક્તિ કપૂરે(shakti kapoor) હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર પૂત્રી શ્રદ્ધા કપૂર (shraddha kapoor)સાથે એક વીડિયો શેર કર્યો હતો, જેમાં શક્તિ કપૂર ફરી એક વાર ક્રાઈમ માસ્ટર ગોગોના રોલમાં જોવા મળી રહ્યા હતા.
શક્તિ કપૂરે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો કર્યો હતો શેર
જો કે, શક્તિ કપૂર (shakti kapoor)ફરી એક વાર આ રોલમાં વાપસી કરી રહ્યા છે. શક્તિ કપૂરે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં શ્રદ્ધા કપૂર નેલ પોલીસ કરી રહી હતી. તે દરમિયાન ક્રાઈમ માસ્ટર ગોગો આવે છે, એટલે તે ચોંકી જાય છે. ત્યારે શક્તિ કપૂરે કહ્યું હતું કે, ક્રાઈમ માસ્ટર ગોગો(crime master gogo), આયા હું તો કુછ તો લૂંટ કર લે જાઉંગા. ત્યારબાદ ક્રાઈમ માસ્ટર શ્રદ્ધાની નેલ પોલીસ લઈને જતો રહે છે.