મુંબઈઃ લોકડાઉન 5.0માં કેટલીક છુટછાટ આપવામાં આવી છે. મુંબઈમાં નિર્માતાઓને શૂટિંગ શરૂ કરવાની મંજૂરી મળી ગઈ છે. પરંતુ અભિનેતા શક્તિ કપુર આ નિર્ણયથી ખુશ ન હો તેવું લાગી રહ્યું છે. તે પોતાની પુત્રી શ્રદ્ધા કપુરને શૂટિંગ પર જવા પરવાનગી આપી રહ્યાં નથી. શક્તિ કપુર હાલ પરિવાર સાથે હોમ ક્વોરન્ટાઈનમાં છે.
બૉલીવુડના કેટલાક નિર્દેશોએ મળી અટકેલા પ્રોજેક્ટના શૂટિંગ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. પંરતુ શક્તિ કપુર આ નિર્ણયથી નારાજ છે. તેમણે પોતાની દિકરી શ્રદ્ધા કપુરને હાલ શૂટિંગ પર જવાની ના પાડી દીધી છે.