શાહરૂખ ખાનના નાના પુત્ર અબરામ ખાને લાગે છે કે, પહેલાં જ એક સુપરસ્ટારની હવા નીકાળી દીધી છે. રાની મુખર્જીની પુત્રીની બર્થ ડે પાર્ટીમાં એક વાયરલ વીડિયોમાં તેમની હરકતો નેટીઝનને ખુબ જ પસંદ આવી છે.
વાયરલ થઇ રહેલા ઈન્સ્ટાગ્રામ વીડિયોમાં 6 વર્ષીય અબરામ એક લક્ઝરી કારમાં બેસતા જોવા મળ્યા, જેમાં તે પાર્ટી છોડીને જઇ રહ્યા હતા. જેવી કાર બહાર નિકળવાનો પ્રયાસ કરે છે, રાહ જોઈ રહેલા તમામ પત્રકારો કારની સામે ફોટો લેવા માટે આવી જાય છે. પછી અબરામ રસ્તો સાફ કરવા માટે અંદરથી ઈશારો કરે છે જેથી કાર નીકળી શકે.
થોડા સમય પહેલાં એશ્વર્યા અને અભિષેક બચ્ચનની પુત્રી, આરાધ્યાના 7માં જન્મદિવસ પર અબરામ રાહ જોઈ રહેલા ફોટોગ્રાફર પર બુમો મારતા જોવા મળ્યો હતો, 'કોઈ ફોટો નહીં.' એવું લાગે છે કે, પિતા SRKથી વિપરીત, અબરામ સ્પૉટલાઈટથી થોડા શર્માય છે.
મળતી માહિતી મુજબ, હાલ અભિનેતા સારી સ્ક્રિપ્ટની શોધમાં છે. શાહરૂખે રાજ નિદિમોરૂ અને કૃષ્ણા ડીકેની બિગ-બજેટ કોમિક-એક્શન થ્રિલર સાઈન કરી છે. ફિલ્મ રાજ અને ડીકે દ્વારા નિર્દેશન કરવામાં આવશે, જેમણે 'ગો ગોવા ગોન' અને 'સ્ત્રી' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. અનટાઈટલ્ડ ફિલ્મ 2021માં રિલિઝ થવાની સંભાવના છે.
આ અફવાઓમાં એ પણ છે કે, શાહરૂખ એક વધારાની ફિલ્મમાં જોવા મળશે, જે 'ફિલ-ગુડ ડ્રામાં જોન'માં વધુ છે.