ગુજરાત

gujarat

Shahrukh Khan Upcominfg Films: રાજકુમાર હિરાણી સાથેની આ ફિલ્મોથી કરશે કમબેક કિંગ ખાન

By

Published : Feb 22, 2022, 5:35 PM IST

રાજકુમાર હિરાણી સાથે શાહરૂખ ખાનનો (Shahrukh Khan Upcominfg Films) સહયોગ જ હિન્દી સિનેમાની (Hindi cinema) સૌથી અપેક્ષિત ફિલ્મોમાંની એક છે. જો કે નિર્માતાઓએ ફિલ્મની સત્તાવાર જાહેરાત કરી નથી. આ સંજોગોમાં તેના આગામી પ્રોજેક્ટને લગતી થોડી વિગતો લઇને આવ્યાં છીએ. જાણો તેની ફિલ્મ ક્યારે અને ક્યાં ફ્લોર પર જઈ રહી છે.

Shahrukh Khan Upcominfg Films: શાહરૂખ ખાન રાજકુમાર હિરાણી સાથેની આ ફિલ્મોથી કરશે કમબેક
Shahrukh Khan Upcominfg Films: શાહરૂખ ખાન રાજકુમાર હિરાણી સાથેની આ ફિલ્મોથી કરશે કમબેક

ન્યૂઝ ડેસ્ક: બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન (Shahrukh Khan Upcominfg Films) ચાર વર્ષ બાદ ફરી એક્શનમૂડમાં આવ્યો છે. તેના પુત્ર આર્યન ખાનનું ડ્રગ કેસમાં નામ ઉછળ્યા બાદ તે ફિલ્મી દુનિયા અને જાહેરમાં આવાનું ઓછું કરી નાખ્યું હતું. આ સ્થતિમાં કિંગ ખાન 4 વર્ષ બાદ હવે કમબેક કરવા જઇ રહ્યો છે. તાજેતરમાં કિંગ ખાને એટલીની આગામી ફિલ્મનું શૂટિંગ ફરી શરૂ કર્યું છે.

Shahrukh Khan Upcominfg Films: શાહરૂખ ખાન રાજકુમાર હિરાણી સાથેની આ ફિલ્મોથી કરશે કમબેક

ફિલ્મ વિશે હજુ કોઇ પણ સતાવાર જાહેરાત કરાય નથી

જણાવીએ આ ફિલ્મ વિશે હજુ કોઇ પણ સતાવાર જાહેરાત કરવામાં આવી નથી. ખાસ વાત એ છે કે એટલી અને શાહરૂખ બન્ને સાથે કોઇ ફિલ્મ પર કામ કરે છે, તો ખરેખર તે હિન્દી સિનેમાં માટે ખાસ વાત છે. એક અહેવાલ મુજબ, ફિલ્મ નિર્માતા રાજકુમાર હિરાણી સાથે બોલીવુડ બાદશાહ શાહરૂખ ખાનની ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં તાપસી પન્નુને સામેલ કરવામાં આવી છે. આ ફિલ્મ સુપરસ્ટાર સાથે તાપસીના પ્રથમ સહયોગને ચિહ્નિત કરશે.

Shahrukh Khan Upcominfg Films: શાહરૂખ ખાન રાજકુમાર હિરાણી સાથેની આ ફિલ્મોથી કરશે કમબેક

આ પણ વાંચો:Reality Show Lock Up: કંગના રનૌતના લોક અપમાં આ કન્ટેસ્ટન્ટ કન્ફર્મ

SRK અને હિરાણીની ફિલ્મ એપ્રિલમાં ફ્લોર પર જવાની સંભાવના

સુત્રો અનુસાર, SRK અને હિરાણીની ફિલ્મ એપ્રિલમાં ફ્લોર પર જાય તેવી બાતમી છે. શાહરૂખ સૌપ્રથમ એટલીની આગામી ફિલ્મ પૂર્ણ કરશે. આ બાદ અભિનેતા તેની રાજકુમાર સાથેની આગામી ફિલ્મનું 15 એપ્રિલથી શૂટિંગ શરૂ કરશે. નિર્માતાઓ મુંબઈના ફિલ્મ સિટી સ્ટુડિયોમાં (Film City Studio Mumbai) આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. આ માટે ખાસ પંજાબ બેકગ્રાઉન્ડ પ્રમાણે સેટ પર તૈયાર થઇ ગયો છે. મળતી બાતમીના આધારે મુંબઈના શેડ્યૂલને અનુસરીને, ટીમ એપ્રિલ અથવા મે મહિનામાં પંજાબના સેટ પર શૂટિંગ કરશે. જોકે ફિલ્મનું મોટાભાગે મુંબઈમાં શૂટિંગ કરવામાં આવશે તેમજ ટીમ 10 દિવસના શેડ્યૂલ માટે યુકે અને પછી બુડાપેસ્ટ જશે.

Shahrukh Khan Upcominfg Films: શાહરૂખ ખાન રાજકુમાર હિરાણી સાથેની આ ફિલ્મોથી કરશે કમબેક

જાણો ફિલ્મ સંબંધિત વાત વિશે

રાજકુમાર હિરાણીની તમામ ફિલ્મોની જેમ, આ ફિલ્મની સ્ટોરી પણ લગભગ ગંભીર અને વૈશ્વિક સ્તર પર સંબંધિત મુદ્દાની આસપાસ હશે. જણાવીએ કે આ ફિલ્મની સ્ટોરી પંજાબ અને કેનેડા પર આધારિત છે. જો અહેવાલોમાં પ્રકાશિત વાત પર વિશ્વાસ કરીએ તો, ફિલ્મમાં SRK એક સારા જીવનની શોધમાં કેનેડામાં સ્થળાંતર કરવા માટે ગેરકાયદેસર રીતે બેકડોર માર્ગ અપનાવે છે. ફિલ્મના નિર્માતાઓએ કથિત રીતે વિકી કૌશલ અને જિમ સરભ જેવા કલાકારોનો સંપર્ક કર્યો છે. વિકી અને જિમ, જેમણે હિરાણી સાથે તેની 2018ની બ્લોકબસ્ટર ફિલ્મ 'સંજુ'માં કામ કર્યું છે.

Shahrukh Khan Upcominfg Films: શાહરૂખ ખાન રાજકુમાર હિરાણી સાથેની આ ફિલ્મોથી કરશે કમબેક

આ પણ વાંચો:વિજય દેવરાકોંડાએ રશ્મિકા મંદાના સાથેના સંબધની અફવાઓ પરથી ઉઠાવ્યો પડદો

ABOUT THE AUTHOR

...view details