ગુજરાત

gujarat

ETV Bharat / sitara

39 મિલિયન ફોલોઅર્સ સાથે ઈન્ડિયન અભિનેતા કિંગ ખાન સૌથી આગળ - શાહરૂખ ખાન ન્યૂઝ

મુંબઈઃ બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનના ટ્વીટર એકાઉન્ટ પર 39 મિલિયન ફોલોર્સ બની ચુક્યાં છે. જેની સાથે તે ટ્વીટર પર સૌથી વધુ ફોલો થનાર અભિનેતા બન્યો છે. જેમાં તેણે શહેનશાહ અમિતાભ બચ્ચનને પાછળ છોડી દીધા છે.

કિંગ ખાન

By

Published : Oct 15, 2019, 11:28 AM IST

સૌથી વધુ ફોલોઅર્સ મેળવી શાહરૂખ ખાન ટ્વીટરનો કિંગ બન્યો છે. તેને 39 મિલિયન ફોલોઅર્સ ફોલો કરે છે. જે અમિતાભ બચ્ચનના ફોલોઅર્સ કરતાં પણ વધારે છે. બાદશાહ ખાને આ અંગે પોતાની ખુશી વ્યક્ત કરતાં લખ્યું હતું કે, "આવી રીતે પ્રેમ કરતાં રહો અને સકારત્મકતા ફેલાવતા રહો. આ બધુ એટલું સુંદર છે, જેટલું તમે જોવા માગો છો. લવ યુ ઓલ. " શાહરૂખ ખાન હાલ ભલે રૂપેરી પડદે ખાસ દેખાતા નથી. પણ તેના માઇક્રો બ્લોગિંગ સાઈટ ટ્વીટર પર કોઈની બાદાશાહત હોય તો તે છે કિંગખાન.

39 મિલિયન ફોલોઅર્સ સાથે ઈન્ડિયન અભિનેતા કિંગ ખાન સૌથી આગળ

હાલમાં જ શાહરૂખ ખાનના ટ્વિટરે 39 કરોડ ફોલોઅર્સ પૂર્ણ કર્યા છે. આટલી મોટી સંખ્યા સાથે, તે ટ્વિટર પર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતો ભારતીય અભિનેતા બન્યો છે. તેના ઇન્સ્ટાગ્રામ પર 18.5 મિલિયન ફોલોઅર્સ છે. જો કે, અમિતાભ બચ્ચન આ લિસ્ટમાં શાહરુખથી વધુ દૂર નથી.

અમિતાભ બચ્ચના ટ્વિટર પર 38.8 મિલિયન ફોલોઅર્સ છે. સલમાન ખાનના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટના ફોલોઅર્સની સંખ્યા 38.3 મિલિયન છે. તો અક્ષય કુમારના ટ્વિટર ફોલોઅર્સની સંખ્યા 32.3 મિલિયન છે.

ટ્વિટર પર આટલી મોટી સંખ્યામાં ફોલોઅર્સ બનાવવા બદલ ચાહકો શાહરુખનને અભિનંદન આપી રહ્યા છે, ત્યારે અમિતાભ તેના ચાહકો અને શુભેચ્છોને પોતાનો પરિવાર ગણાવીને સૌને આવકારી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details