શાહરૂખ ખાન અને ગૌરી ખાન બંનેએ સાથે 28 વર્ષ પુરા કર્યા છે. આ ખાસ સમયે શાહરૂખે ગૌરી સાથે પોતાના સોશ્યલ મીડિયા એકાંઉન્ટ પર એક તસ્વીર શેર કરી છે. જેમાં બંને સાથે નજરે આવી રહ્યા છે. આ તસ્વીર સાથે તેમણે કૈપ્શન લખ્યું છે કે, આ બધુ કાલની જેમ લાગે છે લગભગ ત્રણ દશક અને ત્રણ બાળકો.
શાહરૂખે લખી ઈમોશનલ પોસ્ટ, ગૌરી સાથે પુરા કર્યા 28 વર્ષ - શાહરૂખે લખી ઈમોશનલ પોસ્ટ
મુંબઈ: બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાન અને ગૌરી ખાનના લગ્નના આજે 28 વર્ષ પુરા થયા છે. બંનેના લગ્ન 25 ઓક્ટોબર 1991માં થઈ હતી. બંનેના ત્રણ બાળકો છે. સુહાના ખાન, આર્યન ખાન અને અબરામ ખાન જેની સાથે હંમેશા બંને ફોટો શેર કરતા હોય છે.
![શાહરૂખે લખી ઈમોશનલ પોસ્ટ, ગૌરી સાથે પુરા કર્યા 28 વર્ષ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4864144-thumbnail-3x2-sharukh.jpg)
shahrukh-khan-gauri-khan-wedding-anniversary-shares-this-post-on-social-media
બોલીવુડમાં શાહરૂખ ખાન અને ગૌરીની પ્રમ કહાની બેમિસાલ છે. જો બોલીવુડના સૌથી સુંદર કપલનો ખિતાબ આપવામાં આવે તો તેના માટે શાહરૂખ અને ગૌરીથી યોગ્ય કોઈ બીજુ નામ ન હોઈ શકે.
વાત કરીએ તો વર્કફ્રંટની તો જીરોના ફ્લોપ બાદ હજુ સુધી શાહરૂખની કોઈ પણ ફિલ્મ રીલીઝ નથી થઈ. થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે, તેઓ ખુબ જલ્દી પોતાના ફેન માટે કંઈક નવું લઈને આવનાર છે. શાહરૂખ સાઉથના પ્રસિધ્ધ નિર્દેશક એટલી કુમાર સાથે મળી એક ફિલ્મ બનાવાના છે. આ ફિલ્મ શાહરૂખના પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ એંટરટેંનમેંટ અંર્તગત હશે.