1992માં ફિલ્મ દિવાનાથી પોતાની કરિયરની શરૂઆત કરી. તેમાં સહકલાકાર તરીકેની ભૂમિકા બખૂબી રીતે ભજવી હતી. જેનાથી તેની નોંધ બોલીવુડમાં લેવાઈ હતી. આ પછી તેની ફિલ્મી કરિયર ચેન્નાઈ એક્સપ્રેસની ઝડપે ચલવા માંડી અને આજે તેની ગણના દિગ્ગજ કલાકારોમાં થાય છે. ડર, બાઝિગર અને અંજામમાં વિલનનો રોલ ભજવી સાબિત કરી દીધુ કે હિરો હોય કે વિલન પોતે દરેક રોલ નિભાવી શકે છે.
બોલીવુડના બાદશાહનો 54મો બર્થ-ડે, કરી શકે છે આગામી ફિલ્મની જાહેરાત - શહરૂખ ખાનનો જન્મ દિવસ
મુંબઈ: બોલીવુડના કિંગ ખાનનો 54મો જન્મ દિવસ છે. શાહરૂખ ખાનને રોમાંસનો બાદશાહ કહેવામાં આવે છે. રોમેન્ટિક હિરોની ભૂમિકામાં શાહરૂખ ખાન સિવાય અન્ય હિરો ભાગ્યે જ યાદ આવે. આજે ભારતના વેલેનટાઈન કહી શકાય એવા શાહરૂખ ખાનનો જન્મ દિવસ છે. જેને ભારતના લોકોને રોમાન્સ કરતા શિખવ્યું. 'રાહુલ નામ તો સુના હિ હોગા...' , 'મેં હૂના...' , 'હમારી હૉકી મે છક્કે નહી હોતે....' , 'બડે બડે દેશો મે એસી છોટી છોટી બાતે હોતી રહેતી હૈ સેનોરિટા વગેરે જેવા એવરગ્રીન ડાયલૉગ દ્વારા યુવાનોના રગે રગમાં રોમાન્સ જગાવનાર શાહરુખ ખાન દિલ્હીથી મુંબઈ પોતાની ગર્લફ્રેન્ડને શોધવા આવ્યો હતો, ત્યારે મુંબઈના બીચ પર બે હાથ ફેલાવીને કહ્યું હતું કે, હું આ શહેર પર એક દિવસ રાજ કરીશ. ત્યારથી જ કદાચ એ દિવસથી જ શાહરૂખ ખાન માંથી કિંગ ખાન બનવાની શરૂઆત થઈ હતી.
તેની આગામી ફિલ્મ ડૉન 3 છે. જે ફરહાન અખ્તર ડાયરેક્ટ કરશે. જે ચાલુ વર્ષના નવેમ્બરમાં રીલિઝ થશે. આ ઉપરાંત શાહરુખ ખાન ધૂમ 4માં પણ દેખાશે. જે ડિસેમ્બર 2020માં રજૂ થવાની છે. ઉલ્લેખનીય છે કે, શાહરુખ ખાન હીરો કે વિલન બંને પાત્રોમાં પરફેક્ટ છે. લોકો તેને બંને પાત્રોમાં પસંદ કરે છે. જેમાં ડી.ડી.એલ.જેનો રાજ હોય કે, ડરનો રાહુલ મહેરા, એ બંને રોલને પોતાના ટેન્લેન્ટથી અમર કરી જાણે છે.
હાલ શાહરુખ ખાન મંબઈમાં બાન્દ્રા સ્થિત પોતાના બંગાલામાં મંન્નતમાં રહે છે. આજે તેના બર્થ ડે નિમિત્તે મોડી રાતથી તેના ચાહકોની મોટી સંખ્યામાં રાહ જોતા જોવા મળે છે.