ગુજરાત

gujarat

ETV Bharat / sitara

દીપિકા પાદુકોણ અને શાહરૂખ ખાનની જોડી આગામી સમયમાં ફરી પડદા પર જોવા મળશે - શાહરૂખ ખાનની નવી ફિલ્મ 2020

બોલિવૂડમાં અભિનેત્રી દીપિકા પાદુકોણ અને શાહરૂખ ખાનની જોડીને ખૂબ પસંદ કરવામાં આવે છે. દીપિકાએ શાહરૂખની ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. બંને સ્ટાર્સ છેલ્લે ફિલ્મ 'હેપ્પી ન્યૂ યર'માં જોવા મળ્યા હતા. હવે ચર્ચા છે કે, શાહરૂખ અને દીપિકાની જોડી ફરી એકવાર મોટા પડદા પર જોવા મળી રહી છે.

દીપિકા પાદુકોણ અને શાહરૂખ ખાન
દીપિકા પાદુકોણ અને શાહરૂખ ખાન

By

Published : Jul 28, 2020, 7:34 PM IST

મુંબઈ: બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન તેમજ ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ' સાથે પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરનારી અભિનેત્રી દીપિકા પાદુકોણ ફરી એકવાર શાહરૂખ સાથે ઓનસ્ક્રીન પર રોમાંસ કરતી જોવા મળી છે.ટૂંક સમયમાં જ બંને દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદની આગામી ફિલ્મમાં સાથે જોવા મળશે.

આ ચોથી વખત હશે જ્યારે દર્શકો દીપિકા-શાહરૂખની જોડીને સાથે જોશે. આ પહેલા બંને 'ઓમ શાંતિ ઓમ', 'હેપ્પી ન્યૂ યર' અને 'ચેન્નઈ એક્સપ્રેસ' જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. શાહરૂખ છેલ્લે ફિલ્મ 'ઝીરો' માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઇક ખાસ કરી ન શકી. દીપિકાની વાત કરીએ તો તેની છેલ્લી ફિલ્મ 'છપક' હતી.હવે તે પતિ રણવીર સિંહ સાથે ફિલ્મ '83' માં જોવા મળશે.

તે ટૂંક સમયમાં બાહુબલીના અભિનેતા પ્રભાસ સાથે જોવા મળશે.દીપિકા પાદુકોણે ખુદ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી.દિગ્દર્શક નાગ અશ્વિનની દ્વારા આ ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી. પ્રભાસ સાથેની ફિલ્મ માત્ર હિન્દીમાં જ નહીં પણ તમિલ અને તેલુગુ ભાષાઓમાં પણ રજૂ કરવામાં આવશે. આ શીર્ષક વિનાની ફિલ્મની વાર્તા વિશ્વ યુદ્ધ પર આધારિત હોઈ શકે છે, તેની સાથે તેનું શૂટિંગ આવતા વર્ષે એપ્રિલમાં શરૂ થશે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details