ગુજરાત

gujarat

ETV Bharat / sitara

જાણો, કઈ રીતે અભિનેતા શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત બની છેતરપિંડીનો શિકાર? - mira kapoor instagram

વર્તમાન સમયમાં ઓનલાઈન છેતરપિંડી એ સામાન્ય વાત બની ગઈ છે. ત્યારે બૉલિવૂડ અભિનેતા શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત સાથે પણ ઓનલાઈન છેતરપિંડી થઈ છે. મીરાએ આ અંગે ઈનસ્ટાગ્રામ પર એક પોસ્ટ પણ શેર કરી હતી. મીરાએ ફોટો શેર કરતા જણાવ્યું હતું કે, મને વર્કઆઉટમાં મદદ મળે તે માટે મેં એક સ્લિંગ કેસ ખરીદ્યું હતું, પરંતુ તેની સાથે છેતરપિંડી થઈ છે.

મીરા રાજપૂત
મીરા રાજપૂત

By

Published : Jul 9, 2021, 8:33 PM IST

  • અભિનેતા શાહિદ કપૂરની પત્ની મીરા સાથે થઈ ઓનલાઈન છેતરપિંડી
  • મીરા રાજપૂતે ઓનલાઈન જાહેરાત જોઈને મગાવ્યું હતું મોબાઈલ કવર
  • મીરાએ કહ્યું, જાહેરાતમાં બતાવેલા ફોટો અને રિઅલ વસ્તુ અલગ છે

ન્યૂઝ ડેસ્ક (Bollywwod News): બૉલિવૂડ અભિનેતા શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બની છે. મીરાએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને આ વાત જણાવી હતી. મીરા કપૂરે ફોનનું કવર મગાવ્યું હતું. તેમાં તેની સાથે છેતરપિંડી થઈ છે. મીરાએ આ ફોનના કવરનો ફોટો પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો.

મીરાએ ઓર્ડર કર્યુ હતુ આ સ્લિંગ કેસ
સ્લિંગ કેસ ખરીદતા મીરા સાથે થઈ છેતરપીંડી

આ પણ વાંચો: શાહિદ કપૂર અને મીરા રાજપૂત ઉજવી રહ્યા છે લગ્નની પાંચમી વર્ષગાંઠ

મેં મગાવ્યું કંઈક ને તકલાદી પ્લાસ્ટિકનું કવર આવી ગયુંઃ મીરા

મીરાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા ફોટોમાં જણાવ્યું હતું કે, એક ખોટી જાહેરાતની જાળમાં ફસાઈને મેં આ ફોનનું કવર મગાવ્યું હતું. જોકે, આ કવર જેવું જાહેરાતમાં બતાવવામાં આવ્યું હતું. તેવું જરાય નહતું અને આ ખૂબ જ તકલાદી પ્લાસ્ટિકનું બનેલું છે અને કામ પણ નથી કરતું. મને એક સ્લિંગી કવર જોતું હતું, જેથી તેને હું વોકિંગ દરમિયાન બેગ બનાવી શકું, પરંતુ મને તે વિચારીને હસવું આવે છે કે, હું કેટલા સમય પછી છેતરપિંડીનો ભોગ બની છું. મીરા રાજપૂત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ત્યારે તેણે લોકોને જાગૃત કરવાના ઉદ્દેશ સાથે આ ફોટો મુક્યો હોય તેવું લાગી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details