'જર્સી' તેલુગૂ હિટ ફિલ્મની હિન્દી રિમેક છે. જે ગૌતમ તિન્નાનૂરી દ્વારા ડાયરેક્ટ થયેલી છે. ફિલ્મના તેલૂગુ વર્ઝનને દર્શકો તેમજ ક્રિટિક્સ બન્ને તરફથી સારો રિસ્પોન્સ મળ્યો છે.
વિકાસ બહલની ફિલ્મ શાનદાર બાદ અપકમિંગ સ્પોર્ટ્સ-ડ્રામા ફિલ્મમાં એક વખત ફરી પિતા-પુત્રની જોડી સિલ્વર સ્ક્રિન પર જોવા મળશે.
જણાવી દઈએ કે, 'જર્સી' નું શૂટિંગ આજથી લગભગ 2 સપ્તાહ પહેલા શરૂ થવાનું હતું. પરંતુ શાહિદની તબિયત ઠીક ન હોવાને કારણે ફિલ્મના શૂટિગમાં મોડું થયું હતું. જો કે, શાહિદે તેમની તબિયત પર ધ્યાન ન આપતા પોતાના વચનને પૂર્ણ કરતા ફિલ્મના શૂટિંગને જલદી શરૂ કરવાની વાત કહી હતી.
ફિલ્મમાં 'કબીર સિંહ' એક્ટર ઓલ્ડ એજ ક્રિકેટરનો રોલ પ્લે કરશે તો તેમના પિતા પંકજ કપૂર ફિલ્મમાં તેમના મેન્ટરના રૂપમાં નજરે પડશે.
ફિલ્મ 'જર્સી'ની કહાની એક પિતા જેનું નામ અર્જુન (નાની) છે તેમના વિશે છે. તે ટેલેન્ટેડ પરંતુ ફેલ ક્રિક્ટર છે જે તેમની 30 વર્ષની ઉંમરના અંતિમ વર્ષોમાં પોતાના પુત્રને ઈન્ડિયન ટીમની જર્સી ગિફ્ટ આપવાના સપનાને પૂર્ણ કરવા માટે ક્રિકેટમાં પરત ફરે છે. ફિલ્મ આવતા વર્ષે 28 ઓગસ્ટના રોજ રિલીઝ થશે.