મુંબઇ: કોરોના વાઇરસને કારણે, આખા દેશની રફતાર થંભી ગઈ છે. ફિલ્મો રિલીઝથી લઈને શૂટિંગ સુધી અટકી ગઈ છે. આવી સ્થિતિમાં બોલીવુડ અભિનેતા શાહિદ કપૂર તેની આગામી ફિલ્મ જર્સીનું શૂટિંગના સેટને યાદ કરી રહ્યો છે. તેણે સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ કરીને માહિતી આપી છે. દિગ્દર્શક ગૌતમ તિન્નાનૂરી દ્વારા નિર્દેશિત ફિલ્મ 'જર્સી' એ આ જ નામની તેલુગુ ફિલ્મની હિન્દી રિમેક છે.
'જર્સી' ફિલ્મના સેટને યાદ કરી રહ્યો છે શાહિદ કપૂર, લુકનો ફોટો શેર કરીને લખી આ વાત - તેલુગુ ફિલ્મની હિન્દી રિમેક જર્સી
'જર્સી' ફિલ્મમાં શાહિદ ક્રિકેટરની ભૂમિકા નિભાવશે. લોકડાઉન પહેલા તે ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો.
jusdy
આ તસવીરમાં શાહિદ કપૂર બેટ અને હેલ્મેટ સાથે જોવા મળી રહ્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું છે, 'જર્સી સેટ.. હું ખૂબ જ આ સેટને યાદ કરું છું.' આ મૂવીમાં શાહિદ ક્રિકેટરની ભૂમિકા નિભાવશે.
દેશમાં કોરોના વાઇરનો કહેર જોવા મળી રહ્યો છે. તેનો ફેલાવો ન થાય તે માટે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે, તેઓ ઘરમાં રહે અને જરૂર પડે ત્યારે જ બહીર નીકળે. લોકડાઉન પહેલાં શાહિદ આ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો, જેને વચ્ચેથી અટકાવવું પડ્યું.