- Shahid Kapoor OTT પ્લેટફોર્મ પર કરશે ડેબ્યુ
- અભિનેતા અનુભવી રહ્યા છે નર્વસનેસ
- ટૂંક સમયમાં ફિલ્મ 'જર્સી'માં જોવા મળશે
નવી દિલ્હી: બોલિવૂડ અભિનેતા શાહિદ કપૂર (Shahid Kapoor) હવે કંઈક એવું કરવા જઇ રહ્યો છે જે તેણે જીવનમાં પહેલાં ક્યારેય ન કર્યુ હોય. તે તેનાથી ખૂબ નર્વસ પણ અનુભવી રહ્યા છે. 'જબ વી મેટ' (2007), કમિને (2009), હૈદર (2014) અને કબીર સિંઘ (2019) જેવી સુપરહિટ ફિલ્મો આપનાર શાહિદ કપૂર ટૂંક સમયમાં ઓટીટી (OTT) પર ડેબ્યૂ કરવા જઇ રહ્યા છે.
પ્રથમ વખત જોવા મળશે વેબ સિરીઝમાં
તેની વેબ સિરીઝનું નામ હજી નક્કી કરવામાં આવ્યું નથી પરંતુ તે એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થશે. જે વેબ સિરીઝમાં શાહિદ કપૂર કામ કરતા જોવા મળશે. આ વેબ સિરિઝની સ્ટોરી રાજ નિદિમોરુ અને કૃષ્ણા ડી.કે.એ લખી છે. જણાવી દઈકે આ બંન્નેએ મનોજ બાજપેયી (Manoj Bajpai) સ્ટારર વેબ સિરીઝ ‘ધ ફેમિલી મેન’ (The Family Man) ની સ્ટોરી પણ લખી છે.