38 વર્ષીય અભિનેતા શાહીદ કપૂરને શૂટ દરમિયાન ગંભીર ઇજા પહોંચી હતી, જેમાં તેના હોઠ પર ટાંકા લેવામાં આવ્યા હતા. અભિનેતાએ એરપોર્ટ પરથી નીકળતા સમયે પોતાની ઇજાને છુપાવવા માટે હાફ સ્કલ માસ્ક પહેર્યો હતો.
પરત ફરતાની સાથે જ અભિનેતાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર ફેન્સનો આભાર વ્યક્ત કરતાં જે લોકો તેમની આ ઇજા પર પરેશાન થયા હતા અને તેમના માટે પ્રાર્થના કરી હતી.
શાહિદ કપૂરે પોતાના ટ્વીટમાં લખ્યું હતું કે, 'મારી ચિંતા કરવા માટે તમામનો આભાર. હા, મને અમુક ટાંકાઓ આવ્યા છે, પરંતુ હું ખૂબ જ જલ્દી તંદુરસ્ત થઇશ. #જર્સી એ મારો લોહી પીધું છે, પરંતુ આટલી સારી સ્ક્રિપ્ટનો આટલો તો હક્ક છે. તમારા માટે પરિણામ પર સારૂં મળશે. પ્રેમ વહેંચો અને માણસાઇ સૌથી ઉપર છે.'
શાહિદ કપૂર બરાબર જ રમી રહ્યા હતા અને શોર્ટ પહેલા રિહર્સલ કરી રહ્યા હતા, ત્યારે અચાનક તેમને બૉલ લાગ્યો હતો. જેનાથી શાહિદ કપૂર લોઅર લિપ (હોઠના નીચેના ભાગે) ઇજા પહોંચી હતી. તેમને તરત જ સારવાર માટે ખસેડવામાં આવ્યા ડૉકટરે ટાંકા લીધા હતા.
રિપોર્ટ અનુસાર, શાહિદ હવે તંદુરસ્ત છે, પરંતુ ઇજા ખૂબ જ ગંભીર છે. શાહિદને સંપૂર્ણ રીતે સ્વસ્થ થવા માટે ઓછામાં ઓછા 4-5 દિવસનો સમય લાગશે. જે બાદ તે ફિલ્મનું શૂટિંગ ફરીથી શરૂ કરશે.
મહત્વનું છે કે, કબીર સિંહ અભિનેતા પોતાની આ ફિલ્મમાં એક ક્રિકેટરનો રોલ નિભાવ્યો હતો, જે એક તેલુગૂ હિટ ફિલ્મની રીમેક છે. તેલુગૂ ફિલ્મનું નિર્દેશન ગૌતમ તિન્નાનૂરીએ કર્યું હતું અને તેની હિન્દી રિમેકને પણ તે જ નિર્દેશિત કરી હતી. ફિલ્મ આ જ વર્ષે 28 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે. જેમાં સુપર 30 ફેમ અભિનેત્રી મૃણાલ ઠાકુર પણ લીડ રોલમાં જોવા મળશે.