બૉલીવુડના સુપર સ્ટાર શાહરૂખ ખાને પોતાના જીવનના 54માં જન્મદિવસની ઉજવણી કરી. દરમિયાન એમણે બૉલિવુડ, રાજકારણ, સ્પોર્ટસ અને ફેન્સ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી છે. કિંગ ખાનને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા માટે વિશ્વની સૌથી મોટી ઈમારત બુર્જ ખલીફા પર શાહરૂખના નામનો એક વીડિયો પ્લે કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં ઈમારતની ઉપર શાહરૂખ ખાનનું નામ લખીને એમને 54માં વર્ષની શુભેચ્છા આપાવામાં આવી હતી.
શાહરૂખ વિશ્વના એવા પ્રથમ અભિનેતા છે, જેમના જન્મદિવસ પર વિશ્વની સૌથી મોટી ઈમારત પર વીડિયો પ્લે કરીને જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં આવી હોય.
અભિનેતાના જન્મદિવસ પર પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ રાજ્યના બ્રાન્ડ એમ્બેસેડર અને બૉલિવુડ અભિનેતા શાહરૂખ ખાનને તેમના 54માં જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી હતી. મમતાએ સાથે જ 8 નવેમ્બર બંગાળમાં શરૂ થનાર 25મી કોલકાતા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ દરમિયાન એમને મળવાની ઈચ્છા પણ વ્યક્ત કરીં છે.
મમતા બેનર્જીએ ટ્વિટ કરીને લખ્યું કે, 'જન્મદિવસની ખુબ-ખુબ શુભેચ્છા, શાહરૂખ. મારા ભાઈ, તમારા સારા આરોગ્ય અને જીવનમાં સફળતાની શુભકામનાઓ. અમને ગર્વ છે કે તમે પશ્ચિમ બંગાળના બ્રાંડ એમ્બેસેડર છો. તમારી ફિલ્મોના માધ્યમથી તમે આવી જ રીતે અમારૂં મનોરંજન કરતા રહો.'
'કિંગ ખાન'નો જન્મ 2 નવેમ્બર 1965ના રોજ દિલ્હીમાં થયો હતો. શાહરૂખ ખાન પોતાની છેલ્લી ફિલેમ 'જીરો'માં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં શાહરૂખ સાથે બૉલિવુડની હોટ એક્ટ્રેસ કેટરીના કૈફ અને અનુષ્કા શર્મા લીડ રોલમાં હતી. જોકે, શાહરૂખ ખાનની આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર કોઈ ખાસ કમાલ કરી શકી નહોતી