- શાહરુખ ખાન પોતાના બૉડીગાર્ડને આપે છે સૌથી વધુ સેલેરી
- 'કિંગ ખાન' બૉડીગાર્ડને સેલેરી પેટે દર વર્ષે સૌથી વધુ રૂપિયા ચૂકવે છે
- સલમાન શેરાને વાર્ષિક 2 કરોડ રૂપિયા સેલરી તરીકે આપે છે
ન્યૂઝ ડેસ્ક:રિપોર્ટ્સ પ્રમાણે સલમાન ખાન બૉડીગાર્ડ્સ શેરાને વાર્ષિક 2 કરોડ રૂપિયા સેલરી આપે છે. જ્યારે દીપિકા પાદુકોણ 1.2 કરોડ રૂપિયા બૉડીગાર્ડ્સ જલાલને આપે છે. શાહરૂખ ખાનના બૉડીગાર્ડનું નામ રવિ સિંહ છે, જે 2 વર્ષથી તેમની સુરક્ષામાં છે. શાહરુખ ખાનનો બૉડીગાર્ડ રવિ સિંહ દરેક જગ્યાએ તેની સુરક્ષામાં ઉભો રહે છે, પછી વાત શૂટિંગની હોય કે પછી વેકેશન હોય. રવિ સિંહ સૌથી વધારે સેલરી મેળવનારા સ્ટાર્સના બૉડીગાર્ડ્સની યાદીમાં સામેલ છે.
સલમાનના બૉડીગાર્ડ 'શેરા'ની નહીં, શાહરુખના રવિ સિંહની સેલરી છે સૌથી વધુ, આંકડો જાણીને રહી જશો સ્તબ્ધ આ પણ વાંચો:સલમાન ખાને 'રાધે' ફિલ્મની ટીમ મેમ્બરના ખાતામાં એડવાન્સ સેલેરી જમા કરાવી
શાહરુખ ખાન પોતાના બૉડીગાર્ડને દર મહિને 23 લાખ રૂપિયા આપે છે
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે શાહરુખ ખાન તેને વાર્ષિક 2.75 કરોડ રૂપિયા આપે છે. આનો અર્થ છે કે, શાહરુખ દર મહિને 23 લાખ રૂપિયા રવિ સિંહ પર ખર્ચ કરે છે. શાહરુખ ખાન અત્યારે ફિલ્મ 'પઠાણ'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની સાથે દીપિકા પાદુકોણ જોવા મળશે. આ ફિલ્મને સિદ્ધાર્થ આનંદ ડાયરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મમાં જૉન અબ્રાહમ પણ મહત્વના રૉલમાં જોવા મળશે. કહેવામાં આવી રહ્યું છે કે નાના બ્રેક બાદ ફરીથી ફિલ્મની શૂટિંગ શરૂ થવાની છે. દીપિકા અને શાહરુખની આ ચોથી ફિલ્મ હશે. આ પહેલા બંને 'ઓમ શાંતિ ઓમ', 'ચેન્નઈ એક્સપ્રેસ', 'હેપ્પી ન્યુ યર'માં સાથે કામ કરી ચૂક્યા છે.