ગુજરાત

gujarat

ETV Bharat / sitara

રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે શાહરુખ ખાન 'પઠાણ'ના શૂટિંગ માટે જઈ શકે છે યુરોપ - સોશિયલ મીડિયા

રશિયા યુક્રેનના મહાસંગ્રામ (Russia Ukrain War) વચ્ચે શાહરૂખ ખાન ફિલ્મ પઠાણના શૂટિંગ (Film Pathan Shoting) માટે સ્પેન જવા રવાના થઈ શકે છે. હાલમાં યુરોપિયન દેશોમાં માહોલ તણાવભર્યો છે, ત્યારે રશિયાએ પણ ત્રીજા વિશ્વ યુદ્ધની ચિમકી ઉચ્ચારી છે. આ સંજોગોમાં શાહરૂખ ખાન યુરોપ જઇ શકે છે.

રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે શાહરુખ ખાન યુરોપ જશે
રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે શાહરુખ ખાન યુરોપ જશે

By

Published : Mar 4, 2022, 3:29 PM IST

ન્યૂઝ ડેસ્ક: રશિયા નવમા દિવસે પણ યુક્રેન પર મિસાઈલો છોડી રહ્યો છે. રશિયાએ યુક્રેનની રાજધાની કિવ પર પણ અનેક ઘાતક હુમલા કર્યા છે. આ સંજોગોમાં રશિયાએ શુક્રવારે કિવ પર સતત 4 હુમલા કર્યા છે. આ દરમિયાન સમાચાર મળ્યા છે કે, રશિયા યુક્રેન યુદ્ધ (Russia Ukrain War) ની વચ્ચે શાહરૂખ ખાન પોતાની ફિલ્મ 'પઠાણ'ના શૂટિંગ (Film Pathan Shoting) માટે સ્પેન જઈ શકે છે. ફિલ્મનું સ્પેન શેડ્યૂલ પહેલેથી જ નક્કી છે, જે કોવિડ-19ને કારણે અગાઉ પૂર્ણ થઈ શક્યું ન હતું.

શાહરૂખ ખાને ફિલ્મ 'પઠાણ'ની રિલીઝ ડેટ જાહેર કરી

શાહરૂખ આગામી દિવસોમાં સ્પેન જવા માટે નીકળી શકે છે. શાહરૂખ ખાને હાલમાં જ ફિલ્મ 'પઠાણ'ની રિલીઝ ડેટ (Film Pathan Release Date) જાહેર કરી છે. ફિલ્મ 'પઠાણ' આવતા વર્ષે 25 જાન્યુઆરીના રોજ રિલીઝ થવા જઈ રહી છે, ત્યારે ફિલ્મને વહેલી તકે પૂરી કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે.

આ પણ વાંચો:Bheemla Nayak Hindi Trailer Release : પવન કલ્યાણા અને રાણા દગ્ગુબતી વચ્ચે જોરદાર ટક્કર

'પઠાણ'ના શૂટિંગ માટે ટીમ યુરોપ જવા રવાના થઈ શકે છે

ફિલ્મનું આગામી શેડ્યૂલ પૂર્ણ કરવા માટે 'પઠાણ'ની ટીમ યુરોપ જવા રવાના થઈ શકે છે. રશિયા, યુક્રેન, સ્પેન, જર્મની, ફ્રાન્સ, પોલેન્ડ યુરોપિયન દેશો છે અને એકબીજાને અડીને આવેલા છે, જયાં હાલ સ્થિતિ સારી નથી. આ સ્થિતિમાં રશિયા ત્રીજા વિશ્વ યુદ્ધ અને પરમાણુ યુદ્ધની પણ ધમકી આપી રહ્યું છે, ત્યારે યુરોપ કોઈ પણ સંજોગોમાં સુરક્ષિત દેખાતું નથી. ફિલ્મની લીડ સ્ટારકાસ્ટ શાહરૂખ, દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ 8 અથવા 9 માર્ચે સ્પેન શિડ્યુલ માટે રવાના થઈ શકે છે, પરંતુ રશિયા-યુક્રેન યુદ્ધની વર્તમાન પરિસ્થિતિ ખતરનાક સ્થિતિમાં છે.

'પઠાણ'નું શૂટિંગ દુબઈ સહિત અનેક ઈન્ટરનેશનલ લોકેશન્સ પર કરાયુ

ફિલ્મ 'પઠાણ'નું શૂટિંગ દુબઈ સહિત અનેક ઈન્ટરનેશનલ લોકેશન્સ પર કરવામાં આવ્યું છે. ફિલ્મના પ્લોટને ઉંચો બનાવવા માટે સ્પેનમાં એક શિડ્યુલ પણ નક્કી કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ હ્રતિક રોશન અને ટાઈગર શ્રોફ સ્ટારર ફિલ્મ 'વોર'ના ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહી છે. તાજેતરમાં જ શાહરૂખ ખાને ફિલ્મમાંથી પોતાની પહેલી ઝલક બતાવી હતી. તેણે સોશિયલ મીડિયા (Soacial Media) પર ફિલ્મ 'પઠાણ'નું ટીઝર શેર કરીને ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી હતી.

આ પણ વાંચો:Tiger 3 Release Date: ઇદ પર સલમાન અને કૈટરીના કૈફ મચાવશે ધમાલ

ABOUT THE AUTHOR

...view details