મુંબઈઃ શાહરૂખ ખાન ટૂંક સમયમાં આર. માધવનની 'રોકેટ્રી' અને અયાન મુખર્જીની 'બ્રહ્માસ્ત્ર'માં વિશેષ ભૂમિકા નિભાવતા જોવા મળશે. જો કે, નિર્માતાએ હજુ સુધી આ વાતની પુષ્ટિ કરી નથી. પરંતુ અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે, શાહરૂખે ગયા વર્ષે જ બંને ફિલ્મોમાં પોતાનો ભાગ શૂટ કર્યો છે.
માધવનની ફિલ્મમાં SRKની ભૂમિકા અંગે સૂત્રોએ મીડિયાને જણાવ્યું હતું કે, 'રોકેટ્રીમાં તે એક પત્રકારની ભૂમિકા ભજવશે, જે વૈજ્ઞાનિક નાંબી નારાયણનનો ઇન્ટરવ્યુ લેશે અને કહાની ફ્લેશબેકમાં જશે.'