મુંબઇ: બોલિવૂડના શાહરૂખ ખાનને રોમાન્સ કિંગ કહેવામાં આવે છે. SRK મશહૂર કલાકારોમાંનોએક છે. તેનો સ્પેશિયલ પોઝ બધાંને ગમે છે, ત્યારે તેનો આઇકોનિક પોઝ બની ચૂક્યો છે. કોરોના કેરમાં આસામ પોલીસે શાહરૂખ ખાનના આ પોઝને ટ્વિસ્ટ આપીને લોકોને સોશિયલ ડિસ્ટન્સ રાખીને એકબીજાથી દૂર રહેવા જણાવ્યું છે.
આસામ પોલીસે શાહરુખના આઇકોનિક પોઝને આપ્યો કોરોના ટ્વિસ્ટ, જાણો વિગત - આઇકોનિક પોઝ
કોરોના વાઇરસના ફેલાવાને રોકવા સરકાર સોથી વધુ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ પર ભાર મૂકી રહી છે, ત્યારે આસામ પોલીસે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે શાહરૂખ ખાનનો આઇકોનિક પોઝવાળા ફોટોના ઉપયોગ કર્યો છે. જે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આજકાલ વિવિધ રાજ્યોની પોલીસ પોત પોતોનું ટેલેન્ટ બતાવી રહી છે. કેટલાંક લોકોએ ગીત સંભળાવ્યા, કોઇએ કવિતા લખી, કોઇ કેટલાક લોકોના જન્મદિવસ પર કેક લઇને આવ્યાં હતાં. એટલું જ નહીં, પોલીસકર્મીઓના સોશ્યિલ મીડિયા એકાઉન્ટ્સ પણ ખૂબ લોકપ્રિય થઈ રહ્યાં છે, ત્યારે આસામ પોલીસે એક ફિલ્મી અભિગમ અપનાવ્યો છે.
આસામ પોલીસે પોતાના ટ્વિટર પર શાહરૂખનો આઇકોનિક પોઝ શેર કર્યો છે. આ સાથે લખ્યું કે, સોશિયલ ડિસ્ટન્સથી જીવ બચી શકે છે અથવા શાહરૂખ ખાન કહે છે, તેમ કેટલીકવાર નજીક આવવા માટે ઘણું દૂર જવું પડે છે અને જેઓ દૂર જાય છે તેમને બાઝીગર કહેવામાં આવે છે. એકબીજાથી છ ફૂટનું અંતર રાખો અને બાઝીગર બનો.' આસામ પોલીસના આ ટ્વીટને બહુ જ પસંદ કરવામાં આવી રહ્યું છે અને લોકો તેને શેર પણ કરી રહ્યાં છે.