લગભગ 24 વર્ષ પહેલા દિલ્હીના એક યુવકને બૉલીવુડમાં પોતાની જગ્યા બનાવવા માટે સંઘર્ષ શરૂ કર્યુ હતું. ત્યાર બાદ SRKએ ક્યારેય પાછળ ફરીને જોયુ નહીં અને આજે દુનિયા તેને 'બૉલીવુડના બાદશાહ'ના રૂપથી જાણે છે. શાહરુખે ફિલ્મ 'દીવાના'થી બૉલીવુડમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. 25 જૂનના શાહરૂખે તેમની બૉલીવુડની સફરના 27 વર્ષ પૂર્ણ કર્યા છે.
SRKની ફિલ્મ 'દીવાના'થી લઈને 'ઝીરો' સુધીની સફર, બોલિવૂડમાં 27 વર્ષ પૂર્ણ કર્યા - bollywood news
મુંબઈઃ બૉલીવુડના કિંગ ખાન શાહરુખે બૉલીવુડ ઈન્ડસ્ટ્રીમાં 27 વર્ષ પૂર્ણ કર્યા છે. 27 વર્ષ પહેલા બૉલીવુડમાં પોતાની સફરની શરૂઆત કરનાર આ અભિનેતાએ એવુ સ્થાન પાપ્ત કર્યુ છે, જે હવે કોઈ ન્યૂ કમર માટે હાસિલ કરવું મુશ્કિલ લાગી રહ્યું છે. 1992માં ફિલ્મ 'દિવાના'થી પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરનાર કિંગ ખાનને સોશિયલ મીડિયા ઘણા બઘા ફેન્સ તરફથી ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે.
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શાહરુખ ખાને 27 વર્ષ પૂર્ણ થવા પર ફેન્સે સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવ્યા હતા. દરેક તેમને તેનની આ સફરનું લઈને તેમને અભિનંદન પાઠવી રહ્યા છે. આ 27 વર્ષમાં શાહરુખે બૉલીવુડમાં એટલી આઈકૉનિક ફિલ્મો અને આઈકૉનિક ડાયલૉગ્સ આપ્યા છે કે, કદાચ જ કોઈએ બૉલીવુડ ફેન્સ શાહરુખ કાનના ફેન્સ ન હોય.
ભારતમાં જ નહી પરંતુ દુનિયાભરમાં શાહરુખના ફેન્સ છે. કદાચ જ આ કારણોસર જ 25 જૂનમાં જોત-જોતામાં 27goldenyearsofSRK ટ્વિટરમાં ટૉપ ટ્રેન્ડમાં સામેલ થઈ ગયું. જુઓ ફેન્સ તેમને કેવી-કેવી રીતે અભિનંદન પાઠવી રહ્યાં છે.