ન્યૂઝ ડેસ્ક:બોલિવૂડના 'બાદશાહ' કહેવાતા શાહરૂખ ખાન હવે પોતાની એક્ટિંગની દુનિયામાં સંપૂર્ણ રીતે સક્રિય થઈ ગયા છે. આ પહેલા શાહરૂખ ખાને તેની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'પઠાણ'ની જાહેરાત કરીને ફરી એકવાર ચાહકોના દિલમાં સ્થાન બનાવ્યું હતું. હવે શાહરૂખ અભિનયની દુનિયામાં નવી ઇનિંગ શરૂ કરવા જઇ રહ્યો છે. શાહરૂખ ખાને મંગળવારે (15 માર્ચ) તેના ચાહકોને ખુશ થવાનું મોટું કારણ આપ્યું છે. શાહરૂખ ખાને સિનેમા ઓટીટીની ત્રીજી સ્ક્રીન પર દસ્તક આપવાની તૈયારી (shahrukh khan announced OTT app SRK+) કરી લીધી છે.
શાહરૂખ ખાને ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. શાહરુખે ટ્વીટમાં લખ્યું છે કે, 'ઓટીટીની દુનિયામાં કંઈક થવાનું છે. ખરેખર, શાહરૂખ પોતાની OTT એપ SRK+ લાવી રહ્યો છે. હવે શાહરૂખના ચાહકોને ફિલ્મો અને વેબ-સિરીઝ જોવા માટે બીજું પ્લેટફોર્મ મળવા જઈ રહ્યું છે.
આ પણ વાંચો:Prabhas fan commits suicide: ફિલ્મ 'રાધે-શ્યામ'ને નેગેટિવ રિવ્યુ મળ્યા તો પ્રભાસના ફેન્સએ કરી આત્મહત્યા
શાહરૂખની નવી OTT એપની ચર્ચા હવે સોશિયલ મીડિયા પર થઈ રહી છે, જ્યારે સલમાન ખાનને આ વાતની ખબર પડી તો તેણે શાહરૂખના ટ્વીટને રિટ્વીટ કર્યું અને લખ્યું, 'આજ કી પાર્ટી તુમ્હારી ઔર સે @iamsrk. નવી OTT એપ્લિકેશન SRK+ પર અભિનંદન.
સાથે જ પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપે ટ્વીટ કર્યું અને લખ્યું, 'શાહરુખ ખાનની નવી OTT એપ્લિકેશન SRK+ પર સહયોગ કરીને, સ્વપ્ન સાકાર થયું.'
શાહરૂખ ખાનના ખાસ મિત્ર કરણ જોહરે પણ અભિનેતાને OTT એપ SRK+ માટે અભિનંદન પાઠવ્યા છે. કરણે ટ્વીટ કરીને લખ્યું, 'વર્ષના સૌથી મોટા સમાચાર, @iamsrk OTTનું ચિત્ર બદલવા જઈ રહ્યું છે, આ અદ્ભુત છે'.
આ પહેલા શાહરૂખ ખાને OTT પર રિલીઝ થયેલી વેબ-સિરીઝ 'બાર્ડ ઑફ બ્લડ' (Web series Board of Blood) અને 'બેતાલ'નું નિર્માણ કર્યું છે. આ બન્ને શ્રેણીઓ OTTના મહાન પ્લેટફોર્મ Netflix પર રિલીઝ કરવામાં આવી હતી.
શાહરૂખના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે તેની આગામી ફિલ્મ 'પઠાણ' (Film Pathan) છે, જે 25 જાન્યુઆરી, 2023ના રોજ પ્રજાસત્તાક દિવસના અવસર પર રિલીઝ થઈ રહી છે. આ એક્શનથી ભરપૂર ફિલ્મ હ્રતિક રોશન અને ટાઈગર શ્રોફ સ્ટારર ફિલ્મ 'વોર'ના ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:Allu Arjun In Bollywood : અલ્લુ અર્જુનની બોલિવૂડમાં એન્ટ્રી! અભિનેતાએ આ પીઢ દિગ્દર્શકની મુલાકાત કરી