ગુજરાત

gujarat

ETV Bharat / sitara

બુડાપેસ્ટથી પરત ફર્યા બાદ સેલ્ફ આઇસોલેશનમાં રહેવાનો શબાના આઝમીનો નિર્ણય - સેલ્ફ આઇસોલેશન

શબાના આઝમી બુડાપેસ્ટથી ભારત પરત ફર્યા હતા. જે બાદ તેમણે પોતાને સેલ્ફ આઇસોલેશનમાં રાખવાનો નિર્ણય કર્યો હતો. અભિનેત્રીએ ટ્વિટ કરી આ વાતની જાણકારી આપી હતી.

બુડાપેસ્ટથી પરત ફર્યા બાદ સેલ્ફ આઇસોલેશનમાં રહેવાનો શબાના આઝમીનો નિર્ણય
બુડાપેસ્ટથી પરત ફર્યા બાદ સેલ્ફ આઇસોલેશનમાં રહેવાનો શબાના આઝમીનો નિર્ણય

By

Published : Mar 21, 2020, 12:01 AM IST

મુંબઈ: બોલીવૂડના દિગ્ગજ અભિનેત્રી શબાના આઝમી હાલમાં જ બુડાપેસ્ટથી ભારત પરત ફર્યા હતાં. તેમણે ટ્વિટ કરીને જાણકારી આપી કે, તેમણે પોતાને સેલ્ફ આઇસોલેશનમાં રાખવાનો નિર્ણય કર્યો છે. 15 માર્ચના રોજ બુડાપેસ્ટથી ભારત પરત ફરેલા શબાના આઝમીએ ટ્વિટ કરી હ્યું કે પોતાના આ સફર બાદ હવે બિલ્કુલ અલગ થલગ થઇ રહી છું. તેમણે કહ્યું કે હું 15 માર્ચની સવારે બુડાપેસ્ટથી પરત ફરી છું અને હવે 30 માર્ચ સુધી પોતાને સેલ્ફ આઇસોલેશનમાં રાખવાનો નિર્ણય કર્યો છે.

અભિનેત્રી સિવાય દિપિકા પાદપકોણ,કરીના કપૂર સૈફ અલી ખાન, સલમાન ખાન, રોહિત શેટ્ટી,અક્ષય કુમાર,પ્રિયંકા ચોપરા,કેટરીના કેફ,ઉર્વશી રોતેલા,અર્જુન કપૂર,મલાઇકા અરોડા સાથે અન્ય સ્ટાર્સે પણ સેલ્ફ આઇસોલેશનમાં રેહવાનો નિર્ણય કર્યો છે.

ત્યારે આજે અભિનેતા રાઘવ જુયાલે પણ પોસ્ટ શેર કરી રહ્યું કે તે પણ પોતાને સેલ્ફ આઇસોલેશનમાં રાખશે.

ABOUT THE AUTHOR

...view details