મુંબઈઃ બૉલિવૂડ અભિનેત્રી શબાના આઝમીની હાલતમાં સુધારો આવ્યો છે. પતિ જાવેદ અખ્તરે ટ્વીટ કરી જણાવ્યું છે કે, શબાનાની હાલતમાં સુધારો આવી રહ્યો છે. જેમાં ધીમે ધીમે ઘાવ રુજાઈ રહ્યાં છે. મહત્વનું છે કે, શબાની આઝમી મુંબઈ-થાણે એક્સપ્રેસ પર એક રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયાં હતા, ત્યારથી તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બૉલિવૂડ હસ્તીઓ શબાનાના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યાં છે. હાલ શબાના હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, પરંતુ ધીમે ધીમે હાલતમાં સુધારો આવી રહ્યો છે.
શબાનાની હાલતમાં સુધાર, જાવેદ અખ્તરે ટ્વીટ કરી આપી માહિતી - મુંબઈ ન્યૂઝ
શબાનાની હાલત અંગે જાવેદ અખ્તરે ટ્વિટર પર માહિતી આપતા કહ્યું કે, શબાનાની હાલતમાં સુધારો આવ્યો છે. શરીર પરના ઘા ધીમે-ધીમે રુજાઈ રહ્યાં છે.
હોસ્પિટલમાં તેમની યોગ્ય સંભાળ લેવામાં આવી રહી છે. ડૉક્ટરે એક મેડિકલ બુલેટિનમાં શબાનાની હાલત જોખમ બહાર હોવાનું જણાવ્યું છે. પત્ની શબાનાને લઈ જાવેદ અખ્તરે ટ્વીટ કર્યુ છે કે, 'અમારો પરિવાર એ તમામ મિત્રો, શુભચિંતકો અને ફેન્સનો આભાર માને છે, જે શબાના સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરી રહ્યાં છે. શબાનાની હાલતમાં ધીમે ધીમે સુધાર આવી રહ્યો છે અને લગભગ કાલે સામાન્ય રુમમાં શિફ્ટ કરવામાં આવશે.'
બૉલિવૂડના અનેક સ્ટાર્સ હોસ્પિટલ જઈ શબાનાની મુલાકાત લઈ ચૂક્યા છે. આ સાથે જ ફેન્સ, મિત્રો અને સેલેબ્સ તેમની જલદી રિકવરી થાય તે બદલ પ્રાર્થના કરી રહ્યાં છે.