ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ઈન્દોરમાં ડોક્ટર્સ પર થયેલા હુમલાને શબાના આઝમી અને હેમા માલિનીએ વખોડ્યો - ઋશિ કપૂર

શબાના આઝમી, હેમા માલિની અને ઋશિ કપૂરે ઈન્દોરમાં આરોગ્ય વિભાગના તબીબો પર થયેલા હુમલાની ઘટનાને વખોડી છે. કોરોનાના દર્દીની તપાસ માટે ગયેલા તબીબો પર પથ્થરમારો કરાયો હતો. જેમા બે મહિલા તબીબને ઈજા પહોંચી હતી.

ો
ઈન્દોરમાં ડોકટર્સ પર થયેલા હુમલાને શબાના આઝમી અને હેમા માલિનીએ વખોડ્યો

By

Published : Apr 3, 2020, 4:53 PM IST

મુંબઈઃ આરોગ્ય વિભાગની પાંચ સભ્યોની ટીમ બુધવારે તાટપટ્ટી બખાલ કોરોન્ટાઈન કરાયેલા દર્દીને મળવા પહોંચ્યા હતાં. આ દરમિયાન સ્થાનિક લોકો દ્વારા પથ્થરમારો કરી હુમલો કરાયો હતો. જેમાં બે મહિલા ડોકટર્સને ઈજા પહોંચી હતી.

આ હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો.

શબાના આઝમીએ કહ્યુ હતું કે, ડૉ.તૃપ્તી અને ડૉ રઝિયા રોલ મોડલ છે. જે લોકોએ પથ્થમારો કર્યો એ શરમજનક છે.

અભિનેત્રીમાંથી રાજકારણી બનેલા હેમા માલિનીએ કહ્યું હતું કે,'આખો દેશ ડૉકટર્સની સેવા અને સમપર્ણની પ્રશંસા કરી રહ્યો છે. તેમની પર લોકોએ હુમલો કર્યો હતો. કોઈ આ કઈ રીતે કરી શકે?

ઋશિ કપૂરે પણ આરોગ્ય કર્મચારી અને પોલીસ પર કોઈપણ જાતનો હૂમલો ન કરવા માટે અપીલ કરી હતી. તેમણે લખ્યુ હતું કે, "તમામ ભાઈ બહેનોને વિનંતી કરૂં છું કે, કૃપા કરીને હિંસા, પથ્થર ફેંકવા અથવા લિંચિંગનો આશરો ન લો. ડોકટર્સ, નર્સો, પોલીસકર્મીઓ વગેરે... તમને બચાવવા તેમના જીવનને જોખમમાં મૂકતા હોય છે. આ કોરોના વાઈરસના યુદ્ધને એકજુટ થઈ લડવું પડશે,

અભિનેતા દિવ્યેન્દુ શર્માએ કહ્યું, "આજે સવારે મેં સૌથી આઘાતજનક જોયું.. શું આપણે આપણા ડોકટર્સ સાથે આ રીતે વર્તીએ છીએ? આ શરમજનક છે.

અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ કહ્યું કે, તબીબો પર હુમલો કરવાને બદલે રોગચાળા સામેની લડતમાં તેમને મદદ કરવા આગળ આવવું જોઈએ.

"અમારા તબીબો મેદાનમાં કોરોના સામે જંગ લડે છે. આપણો બચાવ કરતી વખતે તેમના જીવ જોખમમાં મૂકે છે.આણણે તેમને સહયોગ આપવો જોઈએ".

ABOUT THE AUTHOR

...view details