ગુજરાત

gujarat

ETV Bharat / sitara

સેલેનાએ જસ્ટિસને આપ્યો જવાબ? સેલ્ફ લવ સોન્ગ કર્યું રિલીઝ - સેલેના ગોમેઝનું નવું સોન્ગ

વોશિંગટન: પોપ સ્ટાર સેલેના ગોમેઝ 2015માં પોતાનો છેલ્લો આલ્બમ 'રિવાઈવલ'ના બાદ સેલ્ફ લવ સોન્ગ 'લૂજ યૂ ટૂ લવ મી'ની સાથે વાપસી કરી છે.

selena

By

Published : Oct 23, 2019, 8:20 PM IST

Updated : Oct 23, 2019, 11:29 PM IST

27 વર્ષીય સિગિંગ સ્ટારના નવા સોન્ગમાં દેખાડવામાં આવ્યું છે કે, પોતાની સાથે સંબધ સારો હોય છે અને તેમનો મુશ્કેલી વાળો રિલેશનશીપ સમાપ્ત થઈ જાય છે. સોન્ગમાં સિંગરની ઘણી ભાવનાઓ દેખાડવામાં આવી છે. દુ:ખ, ગુસ્સો, આઝાદી અને ખુશી સોન્ગને ડાયરેક્ટર સોફી મિલર દ્વારા આઈફોન 11 પ્રોમાં શૂટ કરવામાં આવ્યું છે.

ગીત રિલીઝ થતાની સાથે જ ઈન્ટરનેટ પર ટ્રેન્ડમાં છે. ફેન્સે અંદાજો લગાવવાનો શરૂ કરી દીધો કે, સોન્ગ કોના વિશે ગાવવામાં આવી રહ્યું છે. સોન્ગની એક લાઈન 'બે મહિનામાં તે મને રિપ્લેસ કરી દીધી. જેવી રીતે આ સરળ હોય. જેને લઈને ટ્ટીટર પર ફેન્સે દાવો શરૂ કર્યો કે, આ સોન્ગ જૂના બોયફેન્ડ જસ્ટિન બીબરના વિશે છે.

ઉલ્લેખનીય છે કે, સેલેના ગોમેઝનો છેલ્લો આલ્બમ 2015માં રિલીઝ થયો હતો, ત્યારથી સેલેના પોતાના પર્સનલ મુદ્દાઓ પર ખુલીને વાત કરવામાં લાગી છે. જેમાં એન્જાઈટી અને ડિપ્રેશથી તેના સ્ટ્રગલની કહાની છે.

Last Updated : Oct 23, 2019, 11:29 PM IST

ABOUT THE AUTHOR

...view details