ગુજરાત

gujarat

ETV Bharat / sitara

'સંદીપ ઔર પિંકી ફરાર' ફિલ્મનું બીજું ટ્રેલર રિલીઝ - પરિણીતી ચોપડા

પરિણીતી ચોપડા અને અર્જુન કપૂર અભિનીત ફિલ્મ 'સંદીપ ઔર પિંકી ફરાર'નું બીજું ટ્રેલર રિલીઝ થયું છે. આ ફિલ્મ 19 માર્ચે થિયેટરમાં રિલીઝ થશે.

'સંદીપ ઔર પિંકી ફરાર' ફિલ્મનું બીજું ટ્રેલર રિલીઝ
'સંદીપ ઔર પિંકી ફરાર' ફિલ્મનું બીજું ટ્રેલર રિલીઝ

By

Published : Mar 10, 2021, 9:05 AM IST

Updated : Mar 10, 2021, 12:18 PM IST

  • દિબાકર બેનરજી દિગ્દર્શિત આ ફિલ્મ અગાઉ 2018 માં રિલીઝ થવાની હતી
  • ફિલ્મમાં પરિણીતી સંદીપ કૌરની ભૂમિકા નિભાવી રહી છે
  • રોમાંચક થ્રિલર ફિલ્મમાં અર્જુન કપૂરે અન્ડરકવર કોપની ભૂમિકા ભજવી

હૈદરાબાદ: પરિણીતી ચોપડા અને અર્જુન કપૂર સ્ટારર 'સંદીપ ઔર પિંકી ફરાર'નું પહેલુ ટ્રેલર એક વર્ષ પહેલા આવ્યુ હતુ. મહત્વની વાત એ છે કે, આ ફિલ્મ રિલીઝ માટે તૈયાર છે, તેથી નિર્માતાઓએ એક નવું ટ્રેલર રજૂ કર્યું છે.

આ પણ વાંચો: ‘સંદીપ ઔર પિંકી ફરાર’નું ટ્રેલર રિલીઝ

19 માર્ચના ​​રોજ સિનેમા હોલમાં રિલીઝ થશે

દિબાકર બેનરજી દિગ્દર્શિત આ ફિલ્મ અગાઉ 2018 માં રિલીઝ થવાની હતી. પ્રકાશનની તારીખ 20 માર્ચ 2020 પર મુલતવી રાખવામાં આવી હતી. આખરે તે 19 માર્ચના ​​રોજ સિનેમા હોલમાં રિલીઝ થશે. નવા ટ્રેલરમાં બતાવ્યા પ્રમાણે, ટ્રેલરના અંતે અર્જુને પરિણીતીની લગભગ હત્યા કરી દીધી હોઈ છે.

આ પણ વાંચો: 'સંદીપ ઔર પિન્કી ફરાર' OTT પર રિલીઝ થશે?, અર્જુન કપૂરે કહ્યું- 'કોઈ પરેશાની નહીં'

ફિલ્મની સ્ટોરી મુખ્ય જોડી વચ્ચેના પ્રેમ-નફરતની આસપાસ ફરે છે

આ ફિલ્મમાં પરિણીતી સંદીપ કૌરની ભૂમિકા નિભાવી રહી છે. જે દિલ્હીથી ભાગી છૂટવામાં અર્જુનના પાત્ર પિંકી ધય્યાની મદદ માંગે છે. રોમાંચક થ્રિલર ફિલ્મમાં અર્જુન કપૂરે અન્ડરકવર કોપની ભૂમિકા ભજવી છે. જ્યારે પરિણીતી ચોપડા પોતાની ઓળખ છુપાવવા માટે કોર્પોરેટમાં કામ કરવાનું નાટક કરે છે. સ્ટોરી મુખ્ય જોડી વચ્ચેના પ્રેમ-નફરતની આસપાસ ફરે છે.

Last Updated : Mar 10, 2021, 12:18 PM IST

ABOUT THE AUTHOR

...view details