- સુપરસ્ટાર રજનીકાન્તની બીજી ફિલ્મનું પોસ્ટર રિલીઝ
- રજનીકાન્તની ફિલ્મ 'અન્નાથે'નું પોસ્ટર આવ્યું સામે
- ફિલ્મના નિર્દેશક સિરુથઈ શિવાએ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કર્યું હતું
અમદાવાદઃ સાઉથ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર રજનીકાન્ત ફરી એક વાર પોતાની આગામી ફિલ્મ 'અન્નાથે' લઈને આવી રહ્યા છે. ત્યારે આ ફિલ્મની બીજું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે, જેમાં રજનીકાન્ત ફરી એક વાર ડેશિંગ લુકમાં દેખાઈ રહ્યા છે. દર્શકો પણ તેમની આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મના નિર્દેશક સિરુથઈ શિવાએ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કર્યું હતું. ત્યારે બીજું પોસ્ટર સોશિયલ મીડિયા પર ઘણું જ વાઈરલ થઈ રહ્યું છે.