ગુજરાત

gujarat

ETV Bharat / sitara

હોલીવૂડના જેમ્સ બોન્ડ સર શોન કોનરીનું 90 વર્ષની વયે નિધન - હોલીવૂડના જેમ્સ બોન્ડ સર શોન કોનરીનું નિધન

હોલીવૂડના જેમ્સ બોન્ડ સર શોન કોનરીનું શનિવારે નિધન થયું છે. બ્રિટીશ અમ્પાયર દ્વારા 'સર' નું બિરુદ મેળવેલા કોનરી 90 વર્ષના હતા. તેમના પરિવારે તેમના મોતની પુષ્ટિ કરી છે.

Sean Connery, original James Bond, dies at 90
હોલીવૂડના જેમ્સ બોન્ડ સર શોન કોનરીનું 90 વર્ષની વયે નિધન

By

Published : Nov 1, 2020, 9:57 AM IST

લોસ એન્જલસ: હોલીવૂડના જેમ્સ બોન્ડ સર શોન કોનરીનું શનિવારે અવસાન થયું છે. બ્રિટીશ અમ્પાયર દ્વારા 'સર'ની ઉપાધિથી નવાજવામાં આવેલા કોનરીનું 90 વર્ષની વયે નિધન થયું છે. કોનરીના પરિવારે તેમના નિધનની પુષ્ટી કરી છે. જોકે, નિધન કયા કારણથી થયું તેને લઇને હજી કોઇ સૂચના મળી નથી.

બોન્ડ સીરીઝની પાંચ ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા કર્યું છે કામ

અંદાજે પાંચ દાયકાના લાંબા કેરિયરમાં કોનરીએ હોલીવૂડ ફિલ્મ જેમ્સ બોન્ડના પાત્રમાં પોતાની આગવી છાપ ઉભી કરી હતી. બોન્ડ સિરીઝની પહેલી પાંચ ફિલ્મોમાં તે મુખ્ય ભૂમિકામાં કામ કરી ચૂક્યા છે. આપને જણાવી દઇએ કે, શોન કોનરીએ જેમ્સ બોન્ડની ફેન્ચાઇઝીની સાત ફિલ્મોમાં બોન્ડનું પાત્ર ભજવ્યું હતું. તેમણે 1962માં બોન્ડના કોનરી 90 વર્ષના હતા, તેને બ્રિટીશ સામ્રાજ્યનું બિરુદ મળ્યું. કોન્નીના પરિવારે તેના મોતની પુષ્ટિ કરી છે.

જેમ્સ બોન્ડ સર શોન કોનરી

ઇતિહાસમાં ત્રીજા સોથી મોટા નાયકનું બિરૂદ

તેમણે 1962માં બોન્ડ તરીકે વૈશ્વિક સુપરસ્ટારડમ પ્રાપ્ત કર્યું, 007 શ્રેણીની પ્રથમ ફિલ્મ "ડૉ.નો"ની સાથે ત્યારબાદ 1963 માં "ફ્રોમ રશિયા વિથ લવ", 1964 માં "ગોલ્ડફિંગર" પર કામ કર્યું હતું. 1965માં "થંડરબોલ", 1967માં "યૂ ઓનલી લિવ ટ્વાઇસ ", "ડાયમંડ્સ આર ફોરેવર " અને "નેવર સે નેવર અગેન" પર કામ કર્યું હતું.

અમેરિકા ફિલ્મ સંસ્થાએ કોનરી દ્વારા ચિત્રિત જેમ્સ બોન્ડને સિનેમાના ઇતિહાસમાં ત્રીજા સોથી મોટા નાયકનું બિરૂદ આપ્યું છે.

ABOUT THE AUTHOR

...view details