મુંબઇ: સ્વર્ગીય કોરિયોગ્રાફર સરોજ ખાને ફિલ્મ 'તેજાબ'માં અભિનેત્રી માધુરી દીક્ષિતના લોકપ્રિય ગીત '1-2-3'માટે ડાન્સ સ્ટેપ તૈયાર કરવામાં માત્ર 20 મિનિટનો સમય લીધો હતો. માધુરીએ તેના મિત્ર અને ગુરુ સરોજ ખાનની યાદમાં એક વીડિયો શેર કર્યો હતો.
વીડિયોમાં સરોજ ખાન તેના અવાજમાં 'એક દો તીન' ગાતી અને માધુરી સાથે ડાન્સની હેન્ડ મૂવમેન્ટ કરતી જોવા મળી રહી છે. અભિનેત્રી અને કોરિયોગ્રાફર સોફા પર બેઠા જોવા મળે છે.
માધુરીએ એ વાતનો ખુલાસો પણ કર્યો હતો કે, સરોજ ખાને એકવાર તેમને કહ્યું હતું કે, તે માધુરી દીક્ષિત પરના બધા ગીતને કોરિયોગ્રાફ કરશે, પરંતુ એક પણ વાર સ્ટેપને રિપીટ કરશે નહીં.
અભિનેત્રીએ ટ્વિટ કર્યું હતું કે, "સરોજ જી સાથેની દરેક વાતચીત જ્ઞાન, પ્રેરણા અને શક્તિથી ભરેલી હતી. આ રીતે જ તેણે તેમનું જીવન જીવ્યું હતું અને હું તેમને હંમેશા યાદ કરીશ." શુક્રવારે સવારે માધુરી દિક્ષિતે ટ્વીટ કર્યું હતું કે, સરોજ ખાનના નિધનથી તેને ખૂબ દુઃખ પહોંચ્યું છે.