મુંબઈ: બોલિવૂડના જાણીતા નિર્દેશક શૂજિત સરકારે હાલમાં વિકી કૌશલ સ્ટારર તેની આગામી ફિલ્મ 'સરદાર ઉધમસિંઘ'ના પોસ્ટ પ્રોડક્શનનું કામ શરૂ કરવા અંગે જાહેરાત કરી હતી.
શૂજિતે ફિલ્મના બિહાઇન્ડ ધ સીન્સના ફોટા શેર કરી આ અંગેની માહિતી આપી હતી.

મહારાષ્ટ્રના સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રાલય દ્વારા ફિલ્મનિર્માણ અંગેની વિવિધ પ્રવૃત્તિઓને ફરી શરૂ કરવાની મંજૂરી આપતા ગાઇડલાઇન્સના ચુસ્તપણે પાલનની પણ શરતો રાખી છે, જેનું પ્રિ પ્રોડક્શન તથા પોસ્ટ પ્રોડક્શન સાથે સંકળાયેલા તમામ કલાકારોએ ધ્યાન રાખવાનું રહેશે.
શૂજીતે જણાવ્યું કે, ''જયારે કોરોના મહામારીના પગલે દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત થઇ ત્યારે 'સરદાર ઉધમસિંઘ'ના પોસ્ટ પ્રોડક્શનનું કામ પ્રથમ તબક્કામાં હતું. આથી હવે જયારે અમને મંજૂરી આપવામાં આવી છે ત્યારે હજુ પણ આ કામ પતાવતા ઘણો સમય લાગશે જેથી રિલીઝ લંબાય તેવી પણ શક્યતાઓ છે.''
શૂજીતની અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાના સ્ટારર 'ગુલાબો સીતાબો' એમેઝોન પ્રાઈમ પર 12 જૂને રિલીઝ થશે.