ઉરી, રાજી, સંજુ જેવી ફિલ્મમાં પોતાની શાનદાર અભિનયના કારણે દર્શકોના દિલ જીતનાર વિક્કી કૌશલ હવે ફ્રીડમ ફાઈટરની ભૂમિકામાં જોવા મળશે. વિક્કી કૌશલ હાલ પોતાની આગામી ફિલ્મ સરદાર ઉઘમ સિંહનું શૂટિંંગ કરી રહ્યો છે. આ ફિલ્મ ફ્રિડમ ફાઈટર ઉધમ સિંહની બાયોપિક પર આધારિત છે.
સરદાર ઉધમ સિંહ ફર્સ્ટ લુકઃ વિક્કી કૌશલના આ લુકને જોઈને રહી જશો દંગ - Movie
મુંબઈઃ વિક્કી કૌશલ હાલ પોતાની આગામી ફિલ્મ સરદાર ઉધમ સિંહની બાયોપિક ફિલ્મ શૂટિંગમાં વ્યસ્ત છે. હાલમાં જ ફિલ્મના સેટથી વિક્કી કૌશલનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. જેમાં વિક્કી કૌશલ સીરિયસ લુકમાં જોવા મળી રહ્યા છે.
Sardar Udham Singh
ઉધમ સિંહની બાયોપિકમાં વિક્કી કૌશલનો ફર્સ્ટ લુકને શેર કર્યો છે. પોસ્ટરમાં વિક્કી કૌશલ સીરિયસ લુકમાં જોવા મળે છે. તેમનો ચહેરા પર ઘણા ઘાવ લાગેલા જોવા મળે છે. વિક્કી કૌશલનો ફર્સ્ટ લુક દમદાર અને આત્મવિશ્વાસથી ભરેલો છે.