મુંબઈ: કાર્તિક આર્યને કેટલીક બોલિવૂડ ફિલ્મમાં રોમેન્ટિક અને હાસ્ય અભિયનથી દર્શકોના દિલ જીતી લીધા છે, પરંતુ અભિનેતાની ફિલ્મ એક્શન તાનાજી ઘ અનસંગ વૉરિયરના દિગ્દર્શક ઓમ રાઉતની આગામી ફિલ્મમાં અભિનેતા ભરપૂર એક્શન કરતા જોવા મળશે. 3Dમાં બનાવનાર એકશન-થ્રિલરનું નિર્માણ કરી રહ્યું છે. જેનું શૂટિંગ ભારત અને વિદેશમાં ઘણી જગ્યાએ કરવામાં આવશે.
પ્રથમ એક્શન ફિલ્મ માટે કાર્તિક આર્યન ઉત્સુક, જાણો શું કહ્યું?
કાર્તિક આર્યન પોતાની પ્રથમ એક્શન-થ્રિલર ફિલ્મને લઈ તૈયારી કરી રહ્યો છે. જેમાં દિગ્દર્શક ઓમ રાઉત નિર્દેશિત કરનાર છે. ફિલ્મને ઈન્ડિયા અને વિદેશની કેટલીક જગ્યા પર શૂટિગ કરવામાં આવ્યું છે.
કાર્તિકે પહેલી એકશન ફિલ્મ વિશે કહ્યું કે, હું લાંબા સમયથી એક્શન ફિલ્મ કરવા માંગતો હતો અને ભૂષણ સરે આ વાત જાણતા હતા. મેં હાલમાં જ તાનાજી ફિલ્મ જોઈ છે. અભિનેતાએ વધુમાં કહ્યું કે, 'હું તેની આગામી ફિલ્મનો ભાગ બનવા માટે ખૂબ જ ઉત્સાહિત છું અને હું મારી પ્રથમ એક્શન ફિલ્મ પર કામ કરવા માટે ઉત્સાહિત છું.' દિગ્દર્શક કહ્યું કે, "સ્ક્રિપ્ટની શરૂઆતમાં જ હું જાણતો હતો કે કાર્તિક તેમાં ફિટ બેસશે અને મને ખુશી છે કે તે અમારી સાથે છે.
આ મોટા બજેટની એક્શન ફિલ્મની સાથે ભૂષણ કુમાર ફરી એકવખત સોનૂ કે ટીટૂ કી સ્વીટી, પતિ પત્ની અને વો અને ભૂલ ભૂલૈયા 2 બાદ કાર્તિકની સાથે કામ કરવા જઈ રહ્યા છે. આ સાથે, ભૂષણ અને તેની ટી-સિરીઝ ઓમ રાઉત અને તેની રીટ્રોફાઈલ્સ પ્રા. લિ. સાથે મળીને કામ કરશે.