મુંબઇ: બોલીવુડના તમામ સ્ટાર્સ કોરોના વાઇરસને કારણે લોકડાઉનમાં તેમના પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે. આ દરમિયાન "લવ આજ કાલ" અભિનેત્રી સારા અલી ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.
વાઇરલ વીડિયોમાં સારા પોતાના ભાઈ ઇબ્રાહિમ અલી ખાન અને માતા અમૃતા સિંહ સાથે રમત રમતી જોવા મળી રહી છે. આ વીડિયો ખૂબ રમૂજી છે અને આ રમત રમવાની રીત એ છે કે વીડીયોરિકાર્ડિંગ શરૂ થાય છે અને એક પ્રશ્ન તે જ સમયે બેઠેલા તમામ લોકોને પૂછવામાં આવે છે. જેમાં બધાને એક સાથે જવાબ આપવાનો હોય છે.રમત દરિમયાન ઘણી વખત જવાબો મેળ ખાય છે અને ઘણી વખત નથી થતા.