ગુજરાત

gujarat

ETV Bharat / sitara

સારા અલી ખાનના ડ્રાઈવરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ - latestgujaratinews

બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાને મેસેજમાં લખ્યું કે, હું આપ સૌને જણાવવા માંગુ છુ કે, અમારા ડ્રાઈવરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. BMCની સૂચના મળતા જ ડ્રાઈવરને ક્વોરન્ટાઈન સેન્ટરમાં મોકલવામાં આવ્યો છે.

Sara Ali Khan
Sara Ali Khan

By

Published : Jul 14, 2020, 7:52 AM IST

મુંબઈ: બૉલિવૂડ અભિનેત્રી સારા અલી ખાને ઈન્સ્ટ્રાગ્રામ પર એક મેસેજ લખતા જણાવ્યું કે, તેમના ડ્રાઈવરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં ડ્રાઈવરને ક્વોરન્ટાઈન સેન્ટરમાં મોકલવામાં આવ્યો છે. સારા અલી ખાને મેસેજમાં લખ્યું કે, હું આપ સૌ ને જણાવવા માંગુ છુ કે, અમારા ડ્રાઈવરનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

સારા અલી ખાને લખ્યું- મારા પરિવારના લોકો અને ઘરનો સ્ટાફનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. BMCએ આપેલી ગાઈડલાઈન્સનું અમે પાલન કરી રહ્યાં છે. તમને જણાવી દઈએ કે, બૉલિવૂડ શહેનશાહ અમિતાભ બચ્ચન સહિત પરિવારના 4 સભ્યોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ફેન્સ તેમની સલામતી માટે પ્રર્થાનાઓ કરી રહ્યાં છે.

દેશમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોનાથી દેશમાં અત્યાર સુધીમાં કુલ 9 લાખથી વધુ પોઝિટીવ કેસ સામે આવ્યા છે. હાલમાં જ બૉલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન સહિત પુત્ર અભિષેક બચ્ચન, એશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. બન્ને પિતા-પુત્ર બચ્ચને મુંબઈની નાંણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે

સારા અલીના વર્કફન્ટની વાત કરીએ તો સાલા અલી ખાન ટૂંક સમયમાં જ વરુણ ધવન સાથે મોસ્ટ અવેટેડ ફિલમ 'કુલી નં-1' (Cooli No 1)' માં જોવા મળશે.

ABOUT THE AUTHOR

...view details