મુંબઇ: ઈદના અવસરે બધા સ્ટાર્સ તેમના ચાહકોને અભિનંદન પાઠવી રહ્યાં છે, આવા પ્રસંગે એક અભિનેત્રીએ તેના બાળપણની તસવીર શેર કરી છે. જેમાં તેણીના માથા પર ગુલાબી દુપટ્ટાથી બનેલો હિજાબ પહેર્યો છે. તમે ઓળખી શકો છો કે આ અભિનેત્રી કોણ છે? આ બીજુ કોઈ નહીં પણ સારા અલી ખાન છે. સારાએ બાળપણની તસવીર સાથેનો એક તાજેતરનો ફોટો પણ શેર કર્યો છે, જેમાં તેણે બ્લેક ડુપ્ટાનો હિજાબ પહેર્યો છે..
બોલીવૂડની આ પ્રખ્યાત અભિનેત્રીએ ઈદના દિવસે શેર કરી તેના બાળપણની તસવીર - sara share childhood photo
ઈદના અવસરે બોલીવુડના તમામ સ્ટાર્સ તેમના ચાહકોને અભિનંદન પાઠવી રહ્યા છે. તેઓ એવી આશા પણ વ્યક્ત કરી રહ્યા છે કે આગામી ઇદ લોકો સારી રીતે ઉજવી શકે.
બોલીવુડની આ પ્રખ્યાત અભિનેત્રીએ ઇદના દિવસે તેના બાળપણની તસવીર શેર કરી
ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરના કેપ્શનમાં અભિનેત્રીએ લખ્યું કે, "ઈદ મુબારક! સલામત રહો, ઘરે જ રહો." ત્યારે તાજેતરમાં સારા અલી ખાને તેની મિત્ર સાથે બાળપણની તસવીર પણ શેર કરી હતી.
સારા અલી ખાને ફિલ્મ 'કેદારનાથ' થી સુશાંત સિંહ રાજપૂત સાથે ડેબ્યૂ કર્યું હતું, ત્યારબાદ રોહિત શેટ્ટીની "સિમ્બા" અને ઇમ્તિયાઝ અલીની "લવ આજ કલ" ફિલ્મમાં જોવા મળી હતી. સારા હવે 1995 ની વરુણ ધવનની વિરુધ્ધ હિટ ફિલ્મ "કુલી નંબર 1" ની રિમેકમાં જોવા મળશે.