ગુજરાત

gujarat

ETV Bharat / sitara

સારા અલી ખાને તેના ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો, કેપ્શન આપ્યું-'સારા કા સારા' સે 'સારા કા આધા’ - latest news of sara ali khan

સારા અલી ખાને તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં દેખાડવામાં આવ્યું છે કે, સારા પહેલા કેવી લાગતી હતી અને હવે કેવી લાગી રહી છે. આ પૂરા વીડિયોમાં તેની બોડી ટ્રાન્સફોર્મેશન જોવા મળી રહ્યા છે. કેપ્શનમાં અભિનેત્રીએ લખ્યુ કે 'સારા કા સારા' સે 'સારા કા આધા.’

સારા અલી ખાને તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો, કેપ્શન આપ્યુ 'સારા કા સારા' સે 'સારા કા આધા.
સારા અલી ખાને તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો, કેપ્શન આપ્યુ 'સારા કા સારા' સે 'સારા કા આધા.

By

Published : May 31, 2020, 10:48 PM IST

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન લોકડાઉન દરમિયાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. વારંવાર ફોટો અને વીડિયોના માધ્યમથી તેના ચાહકોને મનોરંજન પુરુ પાડે છે.

અભિનેત્રીની ફિટનેસ વિશે તો બધા જાણે જ છે. પરંતુ તમે સારાની જૂની તસવીર જોઈશો તો તંગ રહી જશો.

સારાએ તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેના બોડી ટ્રાન્સફોર્મેશન જોવા મળી રહ્યા છે.

શેર કરેલા વીડિયોમાં સારાની જૂની તસવીર જોવા મળી રહી છે. સાથે જ વર્કઆઉટ વીડિયો પણ છે. જેમાં જોવા મળી રહ્યું છે કે, સારાએ તેની બોડીમાં ઘણો બદલાવ લાવ્યો છે. વીડિયોની સાથે અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યુ કે, 'સારા કા સારા' સે 'સારા કા આધા. સાથે જ તેણીએ નમસ્તે દર્શકો લોકડાઉન એડિશન એપિસોડ-2 પણ લખ્યું.

આ વીડિયો સારાના જૂના ફોટા સાથે શરુ થાય છે અને બાદમાં તે વર્કઆઉટ કરતી પણ જોવા મળે છે. ત્યારબાદ તેના લેટેસ્ટ ફોટો જોવા મળે છે.

અભિનેત્રીનો આ વીડિયો તેના ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. સાથે જ કમેન્ટ પણ કરી રહ્યા છે.

તેના કામની વાત કરવામાં આવે તો સારાએ 'કેદારનાથ' ફિલ્મથી ડેબ્યુ કર્યુ છે. બાદમાં રણવીર સિંહની સાથે સુપરહિટ ફિલ્મ સિમ્બામાં પણ જોવા મળી હતી. હાલ તો અભિનેત્રી તેની આગામી ફિલ્મ 'કુલી નંબર-1'ના રિલીઝની રાહ જોઈ રહી છે. આ ફિલ્મમાં તે વરુણ ધવનની સાથે જોવા મળશે. ફિલ્મ 1 મે એ રિલીજ થવાની હતી પરંતુ લોકડાઉનના કારણે તેની તારીખ લંબાવવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details