મુંબઇ: બોલીવૂડની ફેમશ એક્ટ્રેસ 21 દિવસ સુધી સરકાર દ્વારા લગાવામાં આવેલા લોકડાઉનને ધ્યાનમાં રાખીને સેલ્ફ ક્વોરેન્ટાઇનમાં છે. આ વચ્ચે અભિનેત્રિ સારા અલી ખાને એક થ્રોબેક ફોટો શેર કર્યો છે, જ્યા તે અક એક્સરસાઇઝ કરતા જોવા મળી રહી છે. આ ફોટોમાં તે હુલા હૂપ કરતા જોવા મળી રહી છે.
24 વર્ષીય અભિનેત્રીએ શનિવારે ઇન્સ્ટગ્રામ પર એક ફોટો શેર કરતા કહ્યું કે, તે સૂરજ અને આકાશ યાદ કરે છે. તો સાથે તેણે કહ્યું કે, હુલા હૂપ એક વખત જરૂર ટ્રાઇ કરવું જોઇએ. પોસ્ટમાં સારાને હુલા હૂપ કરતા જોઇ શકીએ છીએ.
લવ આજ કલ અત્રિનેત્રીએ પોસ્ટની સાથે એક કવિતામાં કેપ્શન લખીને હૂલા હૂપ માટે પ્રેમ વ્યક્ત કર્યો હતો. આ આગાઉ સારાએ દેશમાં કોરોના વાઇરસ સંકટથી બચવા માટે પીએમ કેયર્સ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રાહતફંડમાં દાન કરવાનો પણ વાયદો કર્યો હતો. તેણે તેના સોશિયલ માડિયા પર જાહેરાત કરી કે, સારૂ કામ કરવાનો સમય... જરૂરીયાત લોકોની મદદ કરો..તમારૂં યોગદાન કોઇની રક્ષા કરશે.
પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા તેણે કહ્યું કે, દરેક યોગદાન મહત્વ રાખે છે અને આ મહામારીના વિરુદ્ધ યુનિટી જ એક આશા છે..સારા સિવાય અક્ષય કુમાર, શાહરૂખ ખાન, વરૂણ ધવન, કરીના અને સૈફ અને કરિશ્મા કપૂર જેવા કેટલાક સ્ટાર્સે કોરોના વાઇરસના પ્રકોપ હરાવવા માટે દાન આપવાનો સંકલ્પ કર્યો છે.