ગુજરાત

gujarat

ETV Bharat / sitara

વરુણ ધવને ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી પોસ્ટ માટે સારાઅલી ખાને કર્યો ટ્રોલ - ‘કુલી નંબર 1’

વરુણ ધવને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બીચ પરની એક બ્લેક એન્ડ વ્હાઇટ સેલ્ફી પોસ્ટ કરી હતી. જેમાં સારાએ મસ્તીના મૂડમાં કમેન્ટ કરી કહ્યું કે, 'શું તમે સાચે બીચ પર છો, મને થયું તમે મજાક કરો છો.'

સારાઅલી ખાને વરુણ ધવનને તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી પોસ્ટ માટે ટ્રોલ કર્યો
સારાઅલી ખાને વરુણ ધવનને તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી પોસ્ટ માટે ટ્રોલ કર્યો

By

Published : Jun 4, 2020, 10:49 PM IST

મુંબઈ: સારા અલી ખાને ‘કુલી નંબર-1’ના સહઅભિનેતા વરુણ ધવનને સોશિયલ મીડિયાની પોસ્ટ પર ટ્રોલ કર્યો હતો.

વરુણ ધવને ઇન્સ્ટાગ્રામ પર એક બ્લેક એન્ડ વ્હાઇટ સેલ્ફી શેર કરી, જેમાં તે દરિયાના કિનારે ઉભો છે અને ફોટોમાં રેન્બો દેખાય છે.

તેણે કેપ્શનમાં લખ્યું કે, 'કહાનિયા સચ હૈ' જેમાં સારાએ મસ્તીના મૂડમાં કમેન્ટ કરી કહ્યું કે, 'શું તમે સાચે બીચ પર છો, મને થયું તમે મજાક કરો છો.'

સારા અલી ખાન અને વરુણ ધવન ‘કુલી નંબર 1’ માં સાથે અભિનય કરતા જોવા મળશે. આ ઉપરાંત, અભિનેત્રી અક્ષયકુમાર અને ધનુષ સાથે 'અતરંગી રે' માં જોવા મળશે.

ABOUT THE AUTHOR

...view details