ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ઈદ મુબારક: સારા અલી ખાન સહિત બોલીવૂડ હસ્તીઓએ આપી શુભકામનાઓ - ઉર્મિલા મારતોડકર

આજે ઈદનો તહેવાર છે. આ પ્રસંગે બોલિવૂડ સ્ટાર્સે સોશિયલ મીડિયા પર ઈદની શુભકામનાઓ પાઠવી હતી. તેમજ સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. સારા અલી ખાને ક્યૂટ થ્રોબેક પિક્ચર શેર કરી પોતાના ફેનને અભિનંદન પાઠવ્યા હતા.

ઈદ મુબારક
ઈદ મુબારક

By

Published : May 25, 2020, 12:55 PM IST

મુંબઈ: ઈદના ખાસ પ્રસંગે અભિનેત્રી સારા અલી ખાને તેના ઈન્સ્ટાગ્રામ પર એક થ્રોબેક તસવીર શેર કરી હતી. આ સાથે સૌને ઈદની શુભકામના પાઠવી હતી. સારાએ થ્રોબેક પિક્ચરનો કોલેજ શેર કર્યો હતો, જેમાં એક તેના બાળપણનો અને બીજો તાજેતરનો ફોટો હતો.

પહેલી તસવીરમાં ગુલાબી દુપટ્ટાને તેના માથા પર એક હિજાબની જેમ બાંધ્યો છે. તે હળવા મેક-અપમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. જ્યારે બીજા ફોટોમાં યંગ સારાએ પણ તેનું માથું કાળા દુપટ્ટાથી ઢાકીને કેમેરામાં પોઝ આપતી નજરે પડી રહી છે. અભિનેત્રીએ આ વિશેષ તસવીર સાથે કેપ્શનમાં લખ્યું હતું કે, 'ઈદ મુબારક #સ્ટે હોમ #સ્ટે સેફ #સ્ટે પોઝિટિવ.

ઘણા સ્ટાર્સે સોશિયલ મીડિયા પર પોતાના આગવા અંદાજમાં આપી ઈદની શુભકામનાઓ

ટ્વિટર પર તસવીર શેર કરતા હેમા માલિનીએ લખ્યું કે, ઈદની ઉજવણી કરનારા સૌને શુભકામનાઓ.

રણદીપ હૂડાએ શાહી લુકમાં તેના મોજીલા હાસ્ય સાથેની તસવીર ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. પોતાની આગવી શૈલીમાં રણદીપ હૂડાએ લખ્યું કે, રાય સબનાઈ ઈદના રામ રામ #ઈદમુબારક. આશા રાખુ છું કે, પોતાની જવાબદારી સાથે સહપરિવાર ઉજવણી કરી રહ્યા હશો, આપણે ટૂંક સમયમાં સાથે ઉજવણી કરીશું. #પીસ.

ઉર્મિલા મારતોડકરે ચાંદની તસવીર શેર કરી લોકોને અભિનંદન પાઠવ્યા હતા. તેને પોસ્ટમાં લખ્યું કે, ઈદના ચાંદમાં કંઈક એવું છે, જે સૌના માટે વાસ્તવિક, સુંદર અને વિશેષ છે. #ચાંદ મૂબારક. તમે બધાને ખુબ ખુશી, શાંતિ અને સારુ આરોગ્ય મળી રહે. #ઈદમુબારક 2020 #આઈડાલિફ્ટર

રવિના ટંડને એક સુંદર તસવીર શેર કરી છે, જેમાં તે પરંપરાગત પોશાકમાં પોઝ આપી રહી છે. આ તસવીરના બેકગ્રાઉન્ડમાં મીનારો અને ચંદ્ર સાથે ઈદ મુબારક લખ્યું છે.

હુમા કુરેશીએ સૌને ચાદ નિકળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે ઈદની શુભેચ્છા પણ પાઠવી હતી.

ABOUT THE AUTHOR

...view details