ગુજરાત

gujarat

ETV Bharat / sitara

'બૈજુ બાવરા' સંગીતકાર તરીકે કારકિર્દીનો સૌથી મોટો પડકાર હશે: સંજય લીલા ભણસાલી - સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ 'બૈજુ બાવરા'

મુંબઈઃ સંજય લીલા ભણસાલી પોતાની આગામી ફિલ્મ 'બૈજુ બાવરા'માં બે ગાયકોની વાર્તા લઇને આવી રહ્યા છે. જેમાં લગભગ 10 થી 12 જ ગીતો હશે. 'બૈજુ બાવરા' સંગીતકાર તરીકે કારકિર્દીનો સૌથી મોટો પડકાર હશે તેવું નિર્દેશક સંજય લીલા ભણસાલીએ જણાવ્યુ હતું.

'બૈજુ બાવરા' સંગીતકાર તરીકે કારકિર્દીનો સૌથી મોટો પડકાર હશે: સંજય લીલા ભણસાલી

By

Published : Nov 24, 2019, 9:20 AM IST

"હું 1952માં આવેલી 'બૈજુ બાવરા'ના મહાન સંગીતની તો વાત નથી જ કરી રહ્યો." ભણસાલીએ કહ્યુ, "એ ઊંચાઇઓને આંબવાનું તો શક્ય જ નથી." પરંતુ 'દેવદાસ'નાં દિગ્દર્શક કે જેમણે પોતાની ફિલ્મ 'ગોલિયોં કી રાસલીલા- રામલીલા' થી સત્તાવાર રીતે સંગીત આપવાનું શરૂ કર્યું છે, તેઓ 'બૈજુ બાવરા' ફિલ્મને પોતાનું શ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.

નવી ફિલ્મ 'બૈજુ બાવરા' માટે એક નવો અવાજ રજૂ કરવામાં આવશે. મોહમ્મદ રફીએ 'ઓ દુનિયા કે રખવાલે' અને 'મન તડપત હરિ દર્શન કો આજ' જેવા ગીતોમાં આત્મ-અભિવ્યક્તિની અનોખી ઊંચાઈ ઉભી કરી હતી, જે આજે પણ જીવંત છે. હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતની જોડી ઉસ્તાદ અમીર ખાન અને ડી.વી. પલુસ્કર પણ ફિલ્મના પ્લેબેક સંગીતની ટીમનો ભાગ હતા.

ભણસાલીનું માનવું છે કે લતા મંગેશકરની નકલ કરવી અશક્ય છે. તેમણે કહ્યું, "કોણ કહી શકે કે લતાજીએ પહેલા બૈજુ બાવરામાં 'મોહે ભૂલ ગયે સાંવરીયા' અને 'બચ્ચન કી મોહબ્બત'માં કામ કર્યું હતું? લતાજી જેવી ગાયિકા હવે ન થઇ શકે. હું જેમની સાથે કામ કરું છું તે બધી ગાયિકાઓને આ કહું છું."

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details