મુંબઈઃ સુપર હિટ ફિલ્મ 'મેં હૂં ના' માં શાહરૂખ ખાનના નાના ભાઈની ભૂમિકા ભજવનાર અભિનેતા ઝાયદ ખાનને તે ફિલ્મના પાત્રથી ખુબ જ પ્રસિદ્ધી મળી હતી, પરંતુ ત્યાર બાદ તે કંઈ ચર્ચામાં નહોતા, હવે તેમના પિતા સંજય ખાને તેમના કેરિયરને પાટા પર લાવવાં માટે જવાબદારી લીધી છે.
તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં સંજયે કહ્યું હતું કે, 'તે ઈન્ડસ્ટ્રીમાં સૌથી હેેન્ડસમ દેખાતા અભિનેતા છે. એક પિતા તરીકે મારી ફરજ છે કે તેમના માટે હું ફિલ્મ બનાવું. આ ફિલ્મમાં દર્શકો તેનો એક નવો અવતાર જોશે.'
અહેવાલો અનુસાર, જે ફિલ્મ સાથે ઝાયદ ફરીથી મોટા પડદા પર આવશે, તે 1947માં ભારત-પાક યુદ્ધના વાસ્તવિક નાયક બ્રિગેડિયર મોહમ્મદ ઉસ્માનની બાયોપિક હશે.
વેટરન અભિનેતા સંજય ખાને આ અંગે વધુમાં કહ્યું કે, 'હું આ ફિલ્મની સ્ક્રિપ્ટ પર ખૂબ જ મહેનત કરી રહ્યો છું જેથી હું આ ફિલ્મ શક્ય તેટલી પ્રમાણિક બનાવી શકું. હું ઈચ્છું છું કે પ્રેક્ષકો સ્ક્રીન પર ભારતીય સૈન્યની બહાદુરીની વાર્તા જોવે અને તે જાણે કે આપણા બહાદુર સૈનિકો કેવી રીતે બહાદુરીથી યુદ્ધ લડે છે.'
ૉઝાયદે 2003માં આવેલી ફિલ્મ 'ચુરા લિયા હૈ તુમને' ફિલ્મથી બૉલીવૂડમાં એન્ટ્રી કરી હતી. તે પછી તેમને 2004 માં આવેલી ફિલ્મ 'મેં હૂં ના'થી ખ્યાતિ મળી પરંતુ તેની કારકિર્દી આગળ વધી શકી નહીં. તે છેલ્લે 2015 ની ફિલ્મ 'શરફાત ગઈ તેલ લેને' માં જોવા મળ્યાં હતા, પરંતુ આ ફિલ્મ કંઇક ખાસ કરી શક્યું નહીં.