ગુજરાત

gujarat

ETV Bharat / sitara

'મુંબઈ સાગા'નું બાકીનું શૂટિંગ RFCમાં કરવામાં આવશે, ડિરેક્ટર સંજય ગુપ્તાએ આપી માહિતી - રામોજી ફિલ્મ સિટી

ફિલ્મ નિર્માતા સંજય ગુપ્તાએ તેની આગામી ફિલ્મ 'મુંબઈ સાગા'ના બાકીના ભાગનું શૂટિંગ માટે મહારાષ્ટ્ર સરકાર તરફથી મંજૂરી મળ્યા બાદ પૂર્ણ કરવાનો નિર્ણય કર્યો છે. ફિલ્મ નિર્માતાએ જણાવ્યું હતું કે, તે હવે રામોજી ફિલ્મ સિટી જશે અને બાકીના ભાગની શૂટિંગ પૂર્ણ કરવામાં આવશે.

'મુંબઈ સાગા'નું બાકીનું શૂટિંગ RFCમાં કરવામાં આવશે, ડિરેક્ટર સંજય ગુપ્તાએ માહિતી આપી
'મુંબઈ સાગા'નું બાકીનું શૂટિંગ RFCમાં કરવામાં આવશે, ડિરેક્ટર સંજય ગુપ્તાએ માહિતી આપી'મુંબઈ સાગા'નું બાકીનું શૂટિંગ RFCમાં કરવામાં આવશે, ડિરેક્ટર સંજય ગુપ્તાએ માહિતી આપી

By

Published : Jun 4, 2020, 9:54 PM IST

મુંબઇ: મહારાષ્ટ્ર સરકારે શહેરમાં કોરોના વાઇરસના રોગચાળા વચ્ચે ફિલ્મ્સ, ટીવી શો વગેરેના શૂટિંગની મંજૂરી આપી દીધી છે. જે બાદ ફિલ્મ નિર્માતા સંજય ગુપ્તાએ કહ્યું હતું કે તેઓ રામોજી ફિલ્મ સિટીમાં આગામી મલ્ટિસ્ટારર 'મુંબઇ સાગા'ની શૂટિંગ પૂર્ણ કરશે.

સંજયે કહ્યું, 'અમારી પોસ્ટ પ્રોડક્શન ખૂબ ઝડપથી કામ કરી રહી છે અને મારી ટીમ પહેલાથી જ બાકીના ભાગના શૂટિંગ માટેની તૈયારી કરી ચૂકી છે. મારી ટીમ ફક્ત એક જ કાર્ય કરવા જઈ રહી છે, તે છે જ્યારે આપણે રામોજી ફિલ્મ સિટી જઈશું, ત્યારે તે બાકીના કામમાં પણ ત્યાં પૂર્ણ કરી લેવામાં આવશે. તેમણે વધુમાંકહ્યું કે અમારે બે સેટ પર કામ કરવાનું છે, આ દરમિયાન કોઇ પણ તે દરવાજાની બહાર ન તો જઇ શકશે ન તો કોઇ અંદર આવી શકશે.

તેમણે વધુમાં કહ્યું કે, '"અહીંથી જે લોકો શૂટિંગ માટે જાય છે તે પણ પોતાને સુરક્ષિત માને છે, કારણ કે હાલ સ્થિતિ જોઇને કદાચ મુંબઈ સુરક્ષિત નથી. હું મારી કાસ્ટ અને વરિષ્ઠ તકનીકી ટીમને જોખમ નહીં લેવા દઉ તેથી મે રામોજી ફિલ્મ સિટીનો વિચાર કર્યો છે."

1980 અને 1990 ના દાયકા પર આધારિત ગેંગસ્ટર ડ્રામા ફિલ્મમાં જોન અબ્રાહમ, સુનીલ શેટ્ટી, ઇમરાન હાશ્મી અને ગુલશન ગ્રોવર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

ABOUT THE AUTHOR

...view details