ગુજરાત

gujarat

સંજય દત્તે માતા નરગિસના જન્મદિવસ પર શ્રદ્ધાંજલિ અર્પી, કહ્યું- 'બેસ્ટ મધર'

By

Published : Jun 1, 2020, 7:18 PM IST

સંજય દત્તે તેની માતા નરગિસના જન્મદિવસ પર તેમને યાદ કરીને એક વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં તેમની ફિલ્મોની તસવીરો, તેમના સ્વર્ગસ્થ પતિ સુનીલ દત્ત સાથેની સુંદર પળો અને બાળકો સાથે યાદગાર પળો દર્શાવવામાં આવી છે.

સંજય દત્તે માતા નરગિસના જન્મદિવસ પર  શ્રદ્ધાંજલિ આપી, કહ્યું- 'બેસ્ટ મધર'
સંજય દત્તે માતા નરગિસના જન્મદિવસ પર શ્રદ્ધાંજલિ આપી, કહ્યું- 'બેસ્ટ મધર'

મુંબઈ: અભિનેતા સંજય દત્તે સોમવારે તેની માતા લેજન્ડરી વોકલ એક્ટ્રેસ નરગિસ દત્ત માટે એક વીડિયો શેર કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. અભિનેતા તેમને 'બેસ્ટ મધર' માને છે.ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરતાં 'ખલનાયક' એક્ટરે કહ્યું, 'હેપ્પી બર્થડે મધર, મિસ યુ.'

વીડિયોમાં નરગિસજીની કેટલીક તસવીરો છે, જેમાં તેમની ફિલ્મોના શ્રેષ્ઠ દ્રશ્યો, પતિ સ્વ.સુનિલ દત્ત સાથે વિતાવેલી કેટલીક ક્ષણો અને બાળકો સાથે યાદગાર પળોનો સમાવેશ છે. સંજયે તેની માતાને યાદ કરતાં કહ્યું કે, 'શ્રેષ્ઠ અભિનેત્રી, શ્રેષ્ઠ પત્ની અને શ્રેષ્ઠ માતા.'

સંજય દત્તના બોલિવૂડ ડેબ્યૂના થોડા દિવસો પહેલા નરગિસનું 1981માં કેન્સરના કારણે નિધન થયું હતું. રાજકુમાર હિરાનીની બાયોપિક ફિલ્મ 'સંજુ' માં સંજય અને તેની માતા નરગિસ વચ્ચેના મજબૂત સંબંધની કેટલીક ઝલક બતાવવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details