ગુજરાત

gujarat

ETV Bharat / sitara

સંજય દત્તે તેમની પત્નીના જન્મદિન નિમિત્તે એક વીડિયો શેર કર્યો - માન્યતા દત્ત

સંજય દત્તની પત્ની માન્યતાનો આજે જન્મદિવસ છે. પત્નીના આ સ્પેશિયલ દિવસ પર અભિનેતાએ એક વીડિયો શેર કર્યો છે.

 દત્તે તેમની પત્નીના જન્મદિન નિમિત્તે એક વીડિયો શેર કર્યો
દત્તે તેમની પત્નીના જન્મદિન નિમિત્તે એક વીડિયો શેર કર્યો

By

Published : Jul 22, 2020, 4:43 PM IST

મુંબઈ: બોલિવૂડ અભિનેતા સંજય દત્તની પત્ની માન્યતા દત્ત આજે પોતાનો બર્થ ડે સેલિબ્રેટ કરી રહી છે.

આ ખાસ તકના અવસરે પર સંજય દત્તે એક અલગ સ્ટાઈલમાં તેમની પત્નીને બર્થ ડે વિશ કર્યો હતો.

સંજય દત્તે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં સંજય અને માન્યતાની અલગ-અલગ રોમેન્ટિક ફોટો જોવા મળે છે. એક્ટર સંજય શેર કરેલા વીડિયોમાં માન્યતા સાથે રોમેન્ટિક પોઝ આપતાં જોવા મળ્યા છે.

સંજય વીડિયો શેર કરી કેપ્શનમાં લખ્યું કે, “હેપી બર્થ ડે મોમ, જે લોકો નથી જાણતા તેના માટે હું તેને મોમ કહીને બોલાવું છું. મારી જિંદગીમાં આવવા માટે અને જિંદગીને ખૂબસૂરત બનાવવા માટે ધન્યવાદ કાશ હું તારી પાસે હોત પરંતુ પ્રાર્થના કરું છું કે તારો દિવસ એટલો જ સ્પેશિયલ થાય જેટલી તું મારા માટે છે.”

ABOUT THE AUTHOR

...view details