ગુજરાત

gujarat

ETV Bharat / sitara

સંજય દત્ત સકારાત્મકતાથી કેન્સરને હરાવશે, સારવાર દરમિયાનના અનુભવો શેર કર્યા - કેન્સરની સારવાર

સંજય દત્તે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પોતાની કેન્સર સાથેની લડાઈ વિશે વિસ્તારથી વાત કરી હતી અને કેન્સરની સારવાર દરમિયાનના પોતાના અનુભવો શેર કર્યા હતાં.

Sanjay Dutt
Sanjay Dutt

By

Published : Feb 8, 2021, 3:44 PM IST

  • સંજયે વહેંચ્યા કેન્સરની સારવારના અનુભવો
  • કોઈ પણ મુશ્કેલીમાં સકારાત્મકતા અપનાવવાનો આપ્યો સંદેશ
  • 50-50 ટકા ચાન્સ હતો, મેં સકારાત્મક બાજુ સ્વિકારી: સંજય

મુંબઈ: બોલીવુડ અભિનેતા સંજય દત્તે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પોતાની કેન્સર સાથેની લડાઈ વિશે વિસ્તારથી વાત કરી હતી અને કેન્સરની સારવાર દરમિયાનના પોતાના અનુભવો વહેંચ્યા હતાં. તેમણે કહ્યું હતું કે, ડોક્ટરોએ મને 50-50 ટકા ચાન્સ છે તેમ જણાવ્યું હતું, મેં દુ:ખી ન થતા સકારાત્મક પાસા તરફ રહેવું પસંદ કર્યું.

મેં મારી માંદગી સ્વીકારી. મેં નક્કી કર્યું છે કે હું કેન્સર સામે લડીશ

સંજય દત્તે પોતાની હતાશા વિશે જણાવતાં કહ્યું કે, 'જ્યારે મને આ વાતની ખબર પડી ત્યારે મને ખૂબ ગુસ્સો આવ્યો અને મને આશ્ચર્ય થયું કે હું જ કેમ? લોકો તેમની સારવાર આગળ કેવી રીતે લેવા માગે છે તે નક્કી કરવા માટે ઘણો સમય મળે છે, પરંતુ મારે ઝડપી નિર્ણય લેવો પડ્યો કારણ કે મને લાગ્યું કે મારી પાસે વધારે સમય નથી. તેથી મેં મારી માંદગી સ્વીકારી. મેં નક્કી કર્યું છે કે હું કેન્સર સામે લડીશ, પછી ભલે ગમે તે હોય. જ્યારે હું પ્રથમ વાર સેવંતી લીમયેને મળવા આવ્યો ત્યારે હું આ માનસિકતા સાથે ગયો હતો.

હું ખૂબ જ હતાશ હતો: સંજય દત્ત

જ્યારે ડૉ. સેવંતીએ સંજય દત્તને તેની સારવાર દરમિયાનની માનસિતા વિશે પૂછ્યુ ત્યારે તેમણે કહ્યું કે, હું ખૂબ જ હતાશ હતો. મને ડોક્ટરે સકારાત્મકતા અપનાવવાનું જણાવ્યું અને હું સકારાત્મક રહ્યો પણ ખરો. તે સમયે મેં નક્કિ કર્યું કે હું કોઈ પણ મુશ્કેલીમાં હંમેશા તેની સકારાત્મક બાજુ જ પસંદ કરીશ.

ABOUT THE AUTHOR

...view details