મુંબઇ: અભિનેતા સંજય દત્તને લઇને થોડા સમય પહેલાં સમાચાર આવ્યા હતા કે, સજ્જુને ફેફસાંનું કેન્સર છે. આ સમાચારથી સંજયના પરિવારની સાથે સાથે બોલિવૂડ જગતમાં પણ સન્નાટો થઇ ગયો હતો. તેમજ સંજયના ચાહકોએ તેની સલામતીની દુઆ કરી હતી.
અભિનેતા સંજય દત્તના મિત્ર પરેશ ઘેલાણીએ સજ્જુ બાબા માટે લખી ભાવનાત્મક પોસ્ટ - પરેશે ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી
અભિનેતા સંજયના મિત્ર પરેશ ઘેલાણીએ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે, જેમાં તેણે લખ્યું છે કે, મોટાભાઈ, આપણે ઘણી બાબતોનો સામનો કરવો પડ્યો છે અને હવે તારા માટે બીજી લડાઇ શરૂ થઈ છે. જેને તારે જીતવી પડશે કારણ કે, અમે જાણીએ છીએ કે તું કેટલો હિંમતવાન છો.
![અભિનેતા સંજય દત્તના મિત્ર પરેશ ઘેલાણીએ સજ્જુ બાબા માટે લખી ભાવનાત્મક પોસ્ટ Sanjay Dutt](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8445001-860-8445001-1597597598092.jpg)
સંજયે સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું કે, હું મારી બિમારીને લઇને થોડા સમય માટે કામમાંથી બ્રેક લઇ રહ્યો છે. સંજયના મિત્ર પરેશ ઘેલાણીએ સંજય માટે એક ઇમોશનલ નોટ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. પરેશે ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી હતી. જેમાં તેણે લખ્યું કે, ભાઇ તમે ઘણી બાબતોનો સામનો કર્યો છે અને હવે તમારા માટે આ બીજી લડાઇ શરૂ થઈ ગઈ છે, જેને તમારે જીતવી પડશે, કારણ કે, અમે જાણીએ છીએ કે, તું કેટલો હિંમતવાન છો. શેર છે...તું શેર...લવ યુ.
તસવીરના કેપ્શનમાં લખ્યું કે, ભાઇ વિશ્વાસ નહીં આવતો કે, થોડા સમય પહેલાં આપણે આ વિશે જ વાત કરી રહ્યાં હતા કે, આપણે આપણા જીવનને કેવી રીતે પસાર કરીશું, આપણે આપણા જીવનના તમામ ઉતાર-ચઢાવને જોવા અને આનંદ માણવાની તક મળી છે. આ માટે આપણે કેટલાં ભાગ્યશાળી છીએ. હું હજી પણ માનું છું કે, ભગવાનની આપણા પર કૃપા કરે છે અને આપણી આગળની સફર પણ એટલી જ સુંદર અને રંગોથી ભરેલી હશે, જે અત્યાર સુધી રહી છે, ભગવાન આપણા પર મહેરબાન છે ભાઈ...