મુંબઇઃ બૉલિવૂડ અભિનેતા સંજય દત્તનું કહેવું છે કે, આ વાતથી બહાર આવતા મને લાંબો સમય લાગશે કે, ઋષિ કપૂર હવે રહ્યા નથી. સંજયે સોમવારે પોતાના મોટા ભાઇ ઋષિ કપૂરની યાદમાં એક ભાવપૂર્ણ નોટ લખી, જેનું ગત્ત અઠવાડિયે લ્યૂકેમિયાથી નિધન થયું હતું.
સંજયે લખ્યું કે, 'એક વાત જે ચિન્ટૂ સરે મને શીખવી હતી કે, હંમેશા કોઇ વસ્તુને ચહેરા પર એક હાસ્ય સાથે કરો. આ વાતથી બહાર આવતા મને વધુ સમય લાગશે કે, ચિન્ટૂ સર આપણી વચ્ચે રહ્યા નથી. તે હંમેશા મારા માટે એક મોટા ભાઇ તરીકે રહ્યા છે. વિશ્વાસ થતો નથી કે, આપણે તેમને ગુમાવ્યા છે.'