ગુજરાત

gujarat

ETV Bharat / sitara

KGF 2: રિલીઝ થયું બીજુ પોસ્ટર, સામે આવ્યો સંજુ બાબાનો નવો લુક - સંજય દત્ત

મુંબઇ: બૉલીવુડ અને સાઉથની ફિલ્મોનું જાદુ દરેક પર છવાયેલો જોવા મળે છે. એક તરફ હિન્દી સિનેમામાં સાઉથની ફિલ્મોની હિન્દી રિમેક Box office પર ધૂમ મચાવી રહ્યા છે ત્યારે KGF 1 નું બીજુ ચેપ્ટર KGF 2 ટૂંક સમયમાં સિનેમા ઘરોમાં આવવા માટે તૈયાર છે.

sanjay datt is in kgf 2

By

Published : Jul 29, 2019, 2:49 PM IST

ફિલ્મનું સંજય દત્તના લૂકનું પહેલું પોસ્ટર બહાર આવ્યું છે. ફિલ્મનું પહેલું પોસ્ટર રિલીઝ થયા પછી એવું માનવામાં આવી રહ્યું હતું કે સંજય દત્ત અધીરાની ભૂમિકામાં જોવા મળશે. જોકે આની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી ન હતી, પરંતુ ફિલ્મનું બીજું પોસ્ટર આવતા જ પુષ્ટિ થઈ ગઈ છે કે KGF 2 માં સંજય દત્ત જ અધીરા બનશે.

જ્યારે આજે સંજય દત્તનો જન્મ દિવસ છે ત્યારે આ ખાસ અવસર પર સંજુ બાબાનું આ પોસ્ટર તેના ફેન્સ માટે એક ગીફ્ટ સમાન છે. આ બીજા પોસ્ટર પર બાબાએ માથા પર એક કપડું બાંધ્યું છે, જેને તેમણે તેના મોં પર પણ લપેટ્યું છે, તેમની ખાલી આંખો જ દેખાઇ રહી છે. ફોટોમાં કેપ્શનમાં લખ્યું છે-'Sanjay Dutt As Adheera.'

આ પહેલા ફિલ્મનું એક પોસ્ટર રિલીઝ થયું હતું, જેમાં એક વ્યક્તિના ફક્ત હાથ જ જોવા મળી રહ્યા હતા, અને એ વ્યક્તિએ હાથમાં વાઘની ડિઝાઇનની વીંટી પહેરેલી હતી.

sanjay datt is in kgf 2

ABOUT THE AUTHOR

...view details