મુંબઈ: દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ “દિલ બેચારા”માં તેમની સહ કલાકાર સંજના સાંધી કેટલાક સમયથી ચર્ચામાં છે. એક્ટર કંગના રનૌતે સંજના પર આરોપ લગાવ્યો હતો અને કંગનાએ તેમના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર એક આર્ટિકલ શેર કર્યો હતો.
કંગના રનૌતના આરોપ પર સંજના સાંધીએ આપી પ્રતિક્રિયા - ઓફિશિયલ ટ્વિટર
કંગના રનૌતે હાલમાં એક્ટર સંજના સાંધી પર સુશાંતને લઇને આરોપ લગાવ્યો છે. જેમના પર સંજનાએ પ્રતિક્રિયા આપી છે. સંજનાએ જણાવ્યું કે, તમે આફવાએને આગળ ન વધારો, અફવાઓને આગળ વધારવી એ જવાબદારી વાળુ કામ નથી.
તમે આફવાઓને આગળ ન વધારો, અફવાઓને આગળ વધારવી એ જવાબદાર કામ નથીઃ એક્ટર સંજના સાંધી
કંગનાએ ટ્વિટ કરીને લખ્યું કે, કેટલીક જાહેરાતોમાં દાવો કરવામાં આવ્યો કે, સુશાંતે સંજના પર ગેરવર્તન કર્યુ હતુ. કંગનાએ જણાવ્યુ કે, આ પ્રકારની વાત ત્યારે સામાન્ય હતી, ત્યારે સંજનાએ આ વાત બોલવાની હિંમત કેમ ના કરી. જ્યારે સુશાંત હયાત હતો ત્યારે સંજનાએ તેમની દોસ્તી વિશે કેમ ના જણાવ્યુ, મુંબઇ પોલીસે તેમના વિશે વધુ તપાસ કરવી જોઇએ.
કંગનાના ટ્વિટ પર સંજનાએ જવાબ આપ્યો કે, મેં જે ખુલાસો આપ્યો છે તે પર્યાપ્ત હોવો જોઇએ. આફવાઓને ફેલાવવું એ કોઇ જવાબદારી વાળું કામ નથી.