બેંગલુરુ: સેન્ટ્રલ ક્રાઈમ બ્રાંચ (CCB) એ સેન્ડલવુડ ડ્રગ કેસમાં બેંગલુરુમાં અભિનેત્રી સંજના ગલરાનીના ઘરે દરોડા પાડ્યા છે. CCB ની ટીમે મંગળવારે સવારે અભિનેત્રીના ઘરે રેડ પાડી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર CCBની ટીમ સવારે 6 વાગ્યે બેંગ્લોરના ઈંદિરાનગરમાં સંજનાના ઘરે પહોંચી હતી અને હાલ તપાસ ચાલુ છે.