દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ટ્વીટ આ અંગે ટ્વીટ કર્યુ હતુ. જેમાં તેમણે લખ્યુ કે, 'દિલ્હી સરકારે દિલ્હીમાં સાંડની આંખ ફિલ્મને ટેક્સ ફ્રી કરવાનો નિર્ણય કર્યો છે. જેનો ઉદ્દેશ્ય ફિલ્મમાં રહેલો સંદેશ દરેક ઉંમર અને લિંગના લોકો સુધી પહોંચાડવાનો છે.'
'સાંઢ કી આંખ' દેશની વધુ ઉંમરવાળી નિશાનેબાજ પ્રકાશી તોમર અને ચંદ્ર તોમર પર આધારિત છે. આ ફિલ્મને ઉત્તરપ્રદેશમાં પણ ટેક્સ ફ્રી જાહેર કરી છે. શુક્રવારે મોટા પર્દે લાગવાથી પહેલા તુષાર હીરાનંદાનીના નિર્દેશનવાળી ફિલ્મને જીયો મામી 21માં મુંબઇ ફિલ્મ ફેસ્ટિવલમાં સમાપન ફિલ્મ તરીકે પ્રસ્તુત કરવામાં આવી હતી.
'સાંઢ કી આંખ' ઉત્તરપ્રદેશ બાદ દિલ્હીમાં પણ ટેક્સ ફ્રી... - નિશાનેબાજો પ્રકાશી તોમર અને ચંદ્ર તોમર લેટે,્
નવી દિલ્હીઃ તાપસી પન્નુ અને ભૂમિ પેડનેકર અભિનીત ફિલ્મ 'સાંઢ કી આંખ'ને દિલ્હી સરકારે ટેક્સ ફ્રી કરી છે.
સાંડ કી આંખ ફિલ્મ
હીરાનંદાનીએ કહ્યું કે, "આ એક એવો અહેસાસ છે, જેને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. મને ફિલ્મ પર ગર્વ છે અને ફિલ્મને મળતા રિસપોન્સથી ખૂબ ખુશ છું, જેથી જનતાનો આભારી છું. આ રિસપોન્સ અમને ઇન્ડસ્ટ્રી અને ફિલ્મ બિરાદરીથી મળ્યા હતા."
Last Updated : Oct 26, 2019, 11:15 AM IST